________________
પર.
આશું કર્યું ? એક સાથે ચાર હત્યાઓ કરી, તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાલકની ? ધિક્કાર છે, નિર્દય એવા મારા આત્માને ? મારા જેવો જગતમાં બીજો કોઈ પાપી નહી હશે. આવી રીતે વારંવાર પિતાને દુષ્કૃત્યને નિંદતો પશ્ચાત્તાપ કરવા લાગે. પશ્ચાતાપ સાચા દિલનો હતો. ફરીથી એવા ઘાતકી કાર્યો ન થાય તેવી સાવચેતી પૂર્વક હતો.
ચાર હત્યાના દશ્યથી આંખમાંથી આંસુ ઝરતા હતા. હૃદય સુકોમળ બની ગયું હતું. પોતે કરેલી ભયંકર ભૂલ આંખ સામે તરી આવતી હતી. જંગલ તરફ પાછા ફરતા તેના પ્રબળ ભાગ્યદયે મહાન દયાળુ, કૃપાળુ, માયાળુ, કરૂણાની મૂર્તિ એવા પૂ. મુનિરાજને જોયા. પરવી સૌમ્ય મૂર્તિ નીરખીને તેમના ચરણકમળમાં પડ્યો. હળુકમ બનેલે રડતા રડતા પિતે મહાનું કરેલી ભૂલે જણાવતાં આંખમાંથી આંસુઓ ઝરાવતો હતો. | મુનિરાજે કહ્યું. મહાનુભાવ ! ભૂલને ભૂલ તરીકે સમજ્યા પછી તેવી ભૂલે ફરીથી ન થાય ન થવા પામે. તેવી કાર્યવાહી હવે કરવાની જરૂર છે. તારૂ નામ દઢપ્રહારી પડેલ છે તે કર્મરાજા ઉપર દઢ પ્રહાર કરી તું કમથી મૂક્તથા.
સંયમને સ્વીકાર કરી જનઆજ્ઞાનું પાલન કર. શ્રી જીનેશ્વરની આજ્ઞા છે કે વૈરી ઉપર પણ કષાય કરે નહિ. સમભાવમાં રહેવું. જેથી તારા આત્માને ઉદ્ધાર જરૂર થશે.