________________
વંકચૂલને અર્જુન માળી. બુદ્ધિ હતી જ નઠારી, સત્સંગ થાતા સાધુ બનીને,
નિજ ભૂલોને સુધારી. હે એક. ૭ દૃષ્ટાંતો તેવા ઘણું પ્રસિદ્ધ છે, વાંચો વંચા વિચારી; નવકાર દિલનાં ક્ષાંતિ પસાયે,
સુધરે લલિતે ભૂલ ભારી. હો એક ૮ ચેથી ઢાળનું વિવેચન—મહાનુભાવે ? આપણે આત્મા અનાદિકાળથી રખડતે, રઝડત, અથડાતો, પછડા, કચડાતે, દબાતે, ફસાતો, રીબાતે, મરાતે, સંસારમાં પરિભ્રમણ કરતો ભમ ભમતે ઘણી ઘણી ઘણી અકામ નિર્જરાના જોરે આગળ વધતા વધતા મનુષ્ય ગતિમાં આવ્યું.
આ બ્રમણનું કારણ અજ્ઞાન પ્રમાદ વિષય અને કષાય છે. તેમાં ફસાઈ જવાથી આ આત્મા ભૂલ કરી બેસે છે.
એક ભૂલ અનેક દુઃખની પરંપરા વધારી આત્માને ખુવાર ખુવાર કરે છે. આત્મા ખુવાર થાય છે. તે ખુવારીનું વર્ણન કર્યું જાય નહિ નારક નિગોદના દુઃખે મહાભયંકર હોય છે, તે સાંભળતા વાંચતા પણ શરીર ધ્રુજી ઉઠે તે ભોગવતા કેટલું ભયંકર હશે ?
ભૂલ એટલે પાપ પ્રવૃત્તિમાં જોડાવું, જેથી ભયંકર દુઃખ સાગરમાં વારંવાર જન્મ મરણના ડુબકા મારવામાં સંખ્યા અસંખ્યાત અરે અનતેકાલ વિતાવ પડે. આ દુઃખ કાંઈ