________________
મહાનુભાવે ! ઉપરના દૃષ્ટાંતથી સમજાય છે કે વિશિષ્ટ જ્ઞાની બરોબર કહી શકે છે. ત્યારે પુરેપુરી પ્રવીણતા નહી મળવાથી અથવા ઈષ્ટકાલ સા નહી મળવાથી બીજા જોતિષીએના કથનમાં ફેર પડી જાય છે. એટલા માત્રથી જોતિષશાસ્ત્ર જૂઠું છે એમ માનવું ભૂલ ભરેલું છે. બાકી જયોતિષશાસ્ત્રને સાચુજ છે. રાજકુંવરના જંગમાં અને રંક ભીખારીના જેગમાં ઘણેજ ફરક હોવો જોઈએ. તેમ ભાગ્ય પણ સરખા તે નથી જ.
હવે બંને જણા અઢાર વર્ષની ઉંમરના થયા. એક રાજવી વેશમાં રહે છે, અને રાજમહેલમાં અમન ચમન કરે છે. ત્યારે ભાણીયે ભીખારી ચીંથરેહાલ રહે છે. એઠું જુઠું અન્ન ખાવા મળે છે ચેમ્બુ પાણી પણ મુશ્કેલીમાં મળે છે. ગમે તેવી ધરતી ઉપર પડી રહેવું પડે છે. શરીર ઉપર મેલ પણ જામેલે રહે છે. આવી સ્થિતિમાં એ અઢાર વરસને થે. પિતાના માટે તેમજ કુટુંબના માટે ગલીઓમાં બજારમાં ભીખ માંગે છે.
ભાગ્યશાળીઓ ? આ બધી પુન્ય પાપની લીલા સમજી લેશે. આ બધું સમજીને જાણીને સુકૃત્યના કાર્યો કરતા રહો. જેથી ક્રમે ક્રમે મુક્તિના સુખને સહેજ પામશે, શ્રી નવકાર મંત્રના જાપથી મુક્તિના ધ્યેયની સિદ્ધિ થાય છે. જે હૃદયમાં ક્ષમાભાવ વસી જાય તે સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને.