________________
રાજકુમાર યશસ્વી અને તેજસ્વી રાજા બનશે એજ ભાગ્યના બળપર હું અને મારી માતા પણ ફાંસી પર નથી લટક્વાના. - રાજાને ક્રોધ આશ્ચર્યમાં પલટાઈ ગયે. અને એમણે કહ્યું ભૂખ છોકરા રાજકુંવર જંગલમાં ફેંકી દેવામાં આવ્યું અને એને જંગલી જાનવરોને ખતમ કરી દીધું હશે. તું એના યશવી અને પ્રતાપી હોવાના ગીત ગાઈ રહ્યો છે. બાળકે અત્યંત દઢતાથી કહ્યું. મહારાજ? એ બીલકુલ અસંભવીત છે રાજકુમાર ત્યાં પણ સાનંદ હિલકારીયાં મારી રહ્યો છે.
મહારાજ કંઈ આગળ કહે તે પહેલાં જ પરિચારિકા હાથ જેડીને વિનમ્ર શબ્દોમાં બેલી. મહારાજ ? આ બાળક કદીપણ જુઠુ નથી બોલતે. એ સમજણું થયું છે ત્યારથી જે કંઈ બેલે છે તે બધું સત્ય નીવડે છે. હું આપની દાસી છું વધુ કંઈ નથી કહી શક્તી પણ આ બાળકના કથનની પરીક્ષા લેવામાં આવે એટલી વિનંતિ કરું છું. મહારાજા વિચારમગ્ન બની ગયા. અને રાજમંત્રી સાથે સ્વયં એ સ્થાન પર પહોંચ્યા, જયાં એ રાજકુમારને ટોપલીમાં મૂકીને છોડી દેવામાં આવે હતો. ત્યાં પહોંચ્યા. રાજા અને રાજમંત્રી ત્યાં પહોંચીને આશ્ચર્ય ચકિત બની ગયા. તેમણે જોયું કે નવજાત શિશુની રક્ષા એક ભયાનક સર્ષ કરી રહ્યો છે. વૃક્ષની ઉપર એક મધપુડે છે. તેમાંથી મધનું એક એક ટીપુ નીચે બાળકના મુખમાં પડી રહ્યું છે બાળક એ મધ ચાટી રહ્યો છે, અને પિતાના હાથપગ