________________
જણાવવામાં આવે છે કે આખે આ નજરે જુએ તેથી કંઈ પેટ ભરાતું નથી, પાંચ પકવાન જોવાથી ભૂખ મટતી નથી.. ક્રિયા વગરનું જ્ઞાનફળ દેવાવાળું હોય છે, એનું એક પણ દષ્ટાંત બતાવી શકાતું નથી. તેમ ક્રિયાવાદી પણ મુદ્દલ જ્ઞાન ન હેયને ક્રિયા હોય તેવું દૃષ્ટાંત ક્યાંથી લાવે? જ્ઞાન ક્રિયા બંને મળીને - કામ કરે છે. આંધળે ને પાંગળે એકબીજાની સહાયથી બચી જાય છે, તે વાત સિદ્ધ થયેલ છે, જ્ઞાન સાધન તરીકે ઉપયોગી છે, નકામું નથી, પણ ફળની દશા તે ક્રિયાની પ્રાપ્તિથી છે. ક્રિયા પ્રાપ્તિ સિવાય કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તેથી ક્ષપકશ્રેણી રૂપ ક્રિયા થયા પછી કેવળ જ્ઞાન દશા માનવી પડે છે. ભજનને દેખવા માત્રથી ભૂખ ભાંગતી નથી. દવા જાણ્યા માત્રથી રેગીના રેગ મટતા નથી. બધામાં જ્ઞાનની જરૂરીયાત છે. તેની તકરાર નથી. તકરાર એકજ છે કે તેઓ ક્રિયાઓળવે છે, ક્રિયા એ જ્ઞાનથી પણ વધારે જરૂરીની ચીજ છે. શું ટંકશાળમાં ક્રોડ રૂપીયા દેખ્યા અને જ્ઞાન થયું. તેટલામાં શું ધનવાન થઈ જવાના ? એકલું જ્ઞાન જ જરૂરી હોય તે નિર્ધનોને કમાવાની જરૂર ન હતી. કારણ કે જ્ઞાન થઈ ગયું હતું. કહે ત્યારે જ્ઞાન જે કે જરૂરી છે જ પણ ફળ દેવાવાળી ચીજ જ્ઞાન નથી, જ્ઞાન એ સાધન તરીકે જરૂરી છે. છતાં કુળદેવાવાળી ચીજ જ્ઞાન નથી. કુળદેવાવાળી ચીજ ક્રિયારૂપ પ્રવૃત્તિ છે કાંટ વાગે એમ જાણ્યું. તેથી કાંટાની -પીડા ચાલી જતી નથી. જાણ્યા માત્રથી ફળ થઈ જાય છે, એમ