________________
૪૮૯
રંગીલપુર મુજ રાજવીરે, ધેયસિંહ નામ ખાસ, સંદેશે કહેવા મુનેરે, મોકલ્યો આપની પાસ.વિ. ૮ વિમલા કમળા રાણી બેઉ, રતિ પ્રીતિ અવતાર, અખંડપ્રેમ બેનેરે, શિયલ એજ શણગાર.વિ. ૯ પદ્મા-ભદ્રા કન્યા બેઉ, લક્ષ્મી સરસ્વતી ધાર, રૂપરંગ વયે સરખી દીસે,ધર્મ કલાનો અવતાર.વિ. ૧૦ છત્ર-ભાણકુંવર તારે, ગુણે બુદ્ધિ પણ સાથ, સૂયા પધારો વિવાહ કાજે,બેઉ કુમાર સંગાથ.વિ. ૧૧ રાજા પ્રધાને યોગ્યતા જાણી, નક્કી કરી કરે જાણ, પંદરદિવસમાં પહોંચશુંરે તૈયારી નિપ્રમાણ વિ. ૧૨ બક્ષીશ મેળવી રાજદૂતેરે, જાયે ખૂબ હરખાઈ, વૈયસિંહરાયને નમીરે, તૂત દીયે વધાઈવિ. ૧૩ રાજવ્યવસ્થા કીધી ભલીરે, શુભ મુહુર્ત પ્રયાણ, સૈનિક રથ ગજ પાલખીરે, ઘોડેશ્વર બહુજાણ.વિ. ૧૪ રાજા ફતેહસિંહ પહોંચતારે, વૈયસિંહ દીયે માન, રંગીલપુરરળીયામણુંરે,શણગાર્યા બહુ સ્થાન વિ. ૧૫ રાજ ઉતારા ખાલીયારે, બધી જ વસ્તુ તૈયાર, જાનડીયો ગીત ગાવતીરે, જાનૈયા ભભકાદાર.વિ. ૧૬ છત્ર-ભાણકુંવર ઘરેરે, વરપોશાક શણગાર, અશ્વ ઉપર દેખાયે બેઠાં, જાણે જ દેવકુમાર.વિ. ૧૭