________________
દે છે. તે જાણવા જેવું છે..
એક જયોતિષી એક મૂહૂર્ત પર વિચાર કરવા લાગ્યા. વારંવાર પંચાંગ હાથમાં લેતા, પુસ્તકને જોતા, ગણિત કરતા કરતા તેમના મુખપર હર્ષાવેશ આવી ગયે. એ એવું એક મૂહૂર્ત જોયું કે તેમને ઘરે જ્યા વિના ફળ મેળવી શકે નહી. પિતે પરણેલા હતા, પણ પુત્ર નહતા. તેમનો એક મિત્ર ન્યાયશાસ્ત્રી હતું. તેના જાણવામાં આવ્યું કે તિષીજી કંઈક તૈયારી કરી રહ્યા છે. જેથી ન્યાયશાસ્ત્રી મિત્રે પૂછયું કે ક્યાં જવાની તૈયારી કરવા લાગ્યા છે. ત્યારે જોતિષીએ કહ્યું કે ઘરે જવાની. મિત્ર સમજી ગયા છે ભાભી યાદ આવ્યા હશે. ન્યાયશાસ્ત્રી ઝાએ કહ્યું કે શુભાતે પત્થાનઃ બંને મિત્રો નીકળ્યા અને ઝા મિત્ર છેડેક સુધી તેમને મુક્વા પણ ગયા. તે વખતમાં રેલગાડી જેવા સાધનો નહતા. બળદગાડી અથવા ઘોડાગાડી જ હતા, મોટા ભાગે પગે ચાલીને જતા. તેમ જોતિષીજી પણ પગે ચાલતા ચાલતા એક દિવસ સૂર્યાસ્ત સમયે તેઓ એક ગામે પહોંચ્યા. કારતક મહિને હતો. અંધારૂ પખવાડીયું હતું. આકાશમાં તારાઓ ઝગમગ ચમક્તા હતા. જોતિષી આગળના માર્ગથી અજાણ હતા. તેમનું ગામ તે હજી દૂર હતું. રાત્રે એ સ્થાને પહોંચવું અસંભવીત સમજીને એક ગોવાળના ઘેર જઈ પહોંચ્યા. એમની મનની ઈચ્છા મનમાં જ વિલીન થવા લાગી હતી. ગોવાળ પિતાના ઘરે બ્રાહ્મણને આવેલ જોઈ પ્રસન્ન થયો.