________________
૪૯૬ : મળશે. એવા ભાવથી ધર્મક્રિયાઓ ધર્મના કામ કરે છે. ધર્મ આરાધે છે. પણ મહાનુભાવો ? ધર્મથી શું નથી મળતું ! બધું જ મળે છે, મળી શકે છે, પણ નિયાણા જેવું કે માંગેલું કમાંગીને લીધેલ સુખ મળે તે ખરું. પણ તે સુખ મથી કર્મબંધણી કરાવે છે. સારા માર્ગે તે ધન વાપરવાના ભાવ થતા નથી. જેથી જ નવું કર્મ બંધાતું જાય અને પાપ ઉભુને ઉભુ રહે. તે કરતા પદ્ગલિક સુખની ઈચ્છા વિના જ એક મોક્ષના હેતુથી જે કંઈ ધર્મકરણી કરશે તેનાથી પણ સુખ નહી માંગો તો પણ મળવાનું જ છે. અને સમાગે ધનનો વ્યય કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાશે અને પરંપરાએ આત્માનું કલ્યાણ થશે.અને મોહમમત્વ વિના હર્ષ પૂર્વક ભક્તિભાવથી શાંતિ ધારણ કરી કીતિ મેળવી અંતે લલિત એવા સુંદર સુખ પામી શકશે.
ચૈત્ય પરિપાટી દેહરા અમદાવાદ જૈનપુરીમાં, ભવ્ય દહેરાસરો છે જ, ચૈત્ય પરિપાટી બહુજને, કરી કરાવી હશેજ. t બેહજાર અગ્યારમાં, શહેરયાત્રા કીધ, વિજય હિમાચલ સૂરિએ, પ્રતિમા ગણત્રી લધ. ૨ પાંજરાપોળ ઉપાશ્રયે, ઉદયસુરિ ઋતખાણ, પગથીયા ઉપાશ્રયે, મનોહરસૂરિજી જાણ ૩