________________
૪૮૧
તેવું બાંધ્યું હૈય, છતાં ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં તેના પર સારૂ વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ, તો તેમાંથી વખતે મુદત અને રસ બને ઘટે છે. અથવા તદ્દન નાશ થઈ. તે. કર્મ પ્રદેશ બીજા જ કર્મ પ્રદેશમાં ભળી જઈ–સંક્રમણ થઈ બીજાની સાથે જ બીજા રૂપે જ ભગવાઈ જાય છે. અર્થાત ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં હજુ કંઈક આપણા હાથમાં બાજી રહે છે. જે આપણું વર્તન સારૂ હોય તો ભયંકર કર્મ પણ આપણા ઉપર પિતાની ભયંકર અસર ઉપજાવી શકતા નથી. બીજું ભયંકર કમ ભલે ઓછું ભયંકર હેય. પણ આપણું વર્તન દુષ્ટ હોય તે ઓછું ભયંકર કર્મ પણ વધારે ભયંકર બનીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે એટલે ભયંકર રીતે તે ભોગવવું પડે છે.
મહાનુભાવો ! છત્ર-ભાણકુંવરનું ચરિત્ર સાંભળી જાણીને તમે પણ ધર્મના સુસંસ્કારે ચાલુ રાખીને દુષ્ટ કર્મથી દૂર રહે. અર્થાત સુકર્મને આદર કરીને તેના પરિણામ ફળ ચાખે. હૃદયમાં સદા શાંતિ ધરીને પુરેપુરા સત્યવાદી બને અને કર્મના ચૂરા કરે. જેથી રહેજે લલિત સુખને પામશે.
૨૫ મી ઢાળ ' (રાગ-રાખના રમઝાને રામે, મારા રામે રમતા રાખ્યા રે) શેઠીયાસાચાબને ભાઈસાચા ભાઈસાચી શીખનેધરજેરે, કર્મબંધ ન કરજે કહીયે,કઠા સાફજ કરજેરે. શે.
૩૧