________________
૪૦
૨. પછી તેમાં જુદા જુદા કરણેની અસર અમૂક વખત સુધી થાય છે. ને ઉદયમાં આવવા લાયક થાય છે. ત્યાં સુધી તેમાં અનેક અસરે ને ફેરફાર થાય છે. આત્માના ચાલુ વિચિત્ર વાતાવરણની પરિસ્થિતિની અસર થાય છે. બરાબર થાય છે, તે વખતને અબાધા કાળ કહીએ છીએ.
૩. પછી એકદમ જોરથી કર્મ ઉદયમાં આવે છે. ને ઘણું કર્મ પ્રદેશે શરૂઆતમાં ઉદયમાં આવી જાય છે. પછી ધીમે ધીમે ઓછા થતાં થતાં ઉદયમાં આવી ગયા પછી જીવથી જુદા પડી જાય છે. ઉદયમાં ધીમે ધીમે આવે છે. એકદમ એક જ ઢગલે ઉદયમાં આવી જતા નથી. આને નિષેક કાળ કહે છે.
૪. ઉદયમાં આવી ફળ બતાવી છૂટી પડી ગયેલી કાર્મણ વણા વાતાવરણમાં ભળી જાય છે. ફરી વળી તેવા અધ્યવસાય
અને વેગના બળથી જીવ તેને ગ્રહણ કરે છે. એમને એમ ક્રમ ચાલુ રહ્યા કરે છે.
ઉપરનું દષ્ટાંત બરાબર મનનથી વિચારશો એટલે કર્મના સંબંધમાં જ્ઞાન વધારે સરકારી અને અભ્યાસ વધારે પાકો થશે.
યાદ રાખવાનું છે કે ઉદયાવલિકામાં આવેલા કામ પર કોઈ પણ કરણની અસર પડતી નથી, જ્યાં સુધી ઉદયાવલિકામાં પ્રવેશ ન પામ્યું હોય ત્યાં સુધી તેના ઉપર કરણની અસર પહોંચાડી શકાય છે. જો કોઈ કર્મ ભયંકર અસર ભોગવવી પડે