________________
૭૧
બંધ અને નિર્જરા તત્ત્વનું જ્ઞાન થાય છે. સાધુ ભગવંતે મોક્ષ માર્ગના સાધક હેવાથી તેમના ધ્યાનથી મેક્ષતત્ત્વનું જ્ઞાન થાય છે. - શ્રી અરિહંત અને સિદ્ધ એ અણહારી પદના ભક્તા હેવાથી તપ પદની પરાકાષ્ઠા એમણે પ્રાપ્ત કરી છે. - શ્રી આચાર્ય ભગવંતે આચારનું પાલન કરતા હોવાથી ચારિત્ર ગુણના માલિક છે.–શ્રી ઉપાધ્યાય ભગવંતે જ્ઞાનના પઠન પાઠનમાં લીન રહેતા હોવાથી તેઓ જ્ઞાન પ્રધાન હોય છે. શ્રી સાધુ ભગવંતેને દેવ ગુરૂની આજ્ઞામાં અચળ વિશ્વાસ હેવાથી તેઓ શ્રદ્ધા-દર્શન–પ્રધાન હોય છે.
મહાનુભા! મૈત્રી, પ્રમેદ કરૂણા અને માધ્યરથ ભાવના. એજ પરમેષ્ઠિ પદની પ્રાપ્તિનું કારણ છે. ભાવનાના બળે જ પરમેષ્ઠિ પદને પ્રાપ્ત કરી શકાય છે. પરમેષ્ઠિ પદનો મુખ્ય ગુણ એજ છે. એ ભાવના વિના કેઈને પણ પંચ પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થતી નથી. માટે પરમેષ્ઠિ પદના આરાધકે એ હમેશાં યાદ રાખવું જોઈએ કે મૈત્રી આદિ ચાર ભાવનાથી જ પરમેષ્ઠિ ભગવંતની આરાધના સાધના સેવા કે ઉપાસના થઈ શકે છે. આ ભાવનાથી ઓતપ્રેત થઈને પરમેષ્ઠિ બની શકાય છે. આ ભાવનાપૂર્વકની સેવા એ સાચી સેવા બને છે. જાપ ધ્યાન પણ એનાથી જ ફલીભૂત થાય છે. સમગ્ર વિશ્વને હું મિત્ર છું, મારે કઈ સાથે શત્રતા નથી, સર્વ દુઃખથી મુક્ત થાઓ. સર્વપ્રાણી સુખી થાઓ. સર્વ પાપમુક્ત બને. દેષરહિત બને આવી