________________
૪૭૦
ભજન સમયે શયન સમયે જાગવાના સમયે પ્રવેશ સમયે ભય વખતે કષ્ટ વખતે એમ સર્વ સમયે ખરેખર!પંચનમરકારને મરે જોઈએ
સુશો! ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્રમાં દેવ-ગુરૂ અને ધર્મનું જ સ્વરૂપ છે, તેજ વિશ્વનું સ્વરૂપ છે. કારણ કે વિશ્વનું સ્વરૂપ નવ તથી અતિરિક્ત નથી અને નવ પદ સ્વરૂપ આ નમરકાર પણ નવ તત્વ સ્વરૂપ હેવાથી વિશ્વ સ્વરૂપથી ભિન્ન નથી. જીવ—અજીવ–પુણ્ય-પાપ-આવા સંવર–બંધ–નિર્જરા અને મોક્ષ. આ નવે તવેનું જ્ઞાન પંચ પરમેષ્ઠિના જ્ઞાનથી નીચે મુજબ થાય છે. માટે પંચ પરમેષ્ઠિથી વિશ્વસ્વરૂપ નવ તત્તવે જુદા નથી.
પાપ પ્રકૃતિથી સર્વથા રહિત અને પુણ્ય પ્રકૃતિના પ્રકર્ષને પામેલા અરિહંતના જ્ઞાનથી–ધ્યાનથી પાપ અને પુણ્ય એ બે તનું જ્ઞાન થઈ જાય છે. અજીવના સંગથી સર્વથા રહિત અને જીવતત્વથી પૂર્ણ શ્રી સિદ્ધ ભગવંતના જ્ઞાનથી અજીવ અને જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. શુદ્ધ આચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભગવંતે આશ્રવના દ્વારોને રોકનાર અને સંવરભાવને પામેલાં હોય છે. એથી તેમના ધ્યાનથી સંવર અને આશ્રવ તત્વનું જ્ઞાન થાય છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાન ધ્યાનમાં લીન હોવાથી તેઓને અલ્પબંધ હોય છે અને જ્ઞાન ધાનના બળે નિર્જરા અધિક હોય છે માટે એમના ધ્યાનથી