________________
જ૮,
કુંવરજીએ પોતેજ રતુતિ કા સંસ્કૃતમાં રચીને ગુરૂ મહારાજના ગુણ ગાયા. વળી સભાજને શ્રોતાઓ પણ સમજી શકે તેવી રીતે અર્થ કરી બતાવ્યા. સહુને ખુશ ર્યા તેમજ કવિઓ પંડિતે. પણ હરખાયા. ગુરૂના ગુણે ગુરૂ સમક્ષ ગાવા જોઈએ ઉપકારી એના ઉપકાર કદી વિસરવા જોઈએ નહી. તેમના ગુણે પ્રત્યક્ષ ગાવા એમ કહેલ છે. ગુરૂ રૂપનાવની સહાયથી જીવે તરે છે. નમસ્કાર ચિંતામણિ બુકના લે મુનિશ્રી કુંદકુંદ વિજ્યજી છે. તેમાંથી નીચેનું અમૂક લીધેલ છે. - હવે શાસ્ત્રવિશારદ મહાજ્ઞાની પૂઆ. શ્રી વિ. નિર્ભયસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન શરૂ કરતા મંગળાચરણ કર્યા બાદ શ્રી નમરકાર મહામંત્રને મહિમા જણાવતા બોલ્યા: મંત્ર સંસાર સારં, ત્રિજગદનુપમ સર્વ પાપારિ મંત્રમ સંસારોચ્છેદ મંત્ર, વિષમ વિષહરં કર્મનિમૂલ મંત્રમ મંત્ર સિદ્ધિ પ્રદાન, શિવસુખ જનને કેવળજ્ઞાન મંત્રમ મંત્ર શ્રીજૈનમંત્ર, જપજપજપિત, જન્મનિર્વાણ મંત્રમ
મહાનુભાવો ! મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે. ત્રણ જગતમાં અનુપમ છે. સર્વ પાપોનો નાશ કરનાર છે. સંસારને ઉચ્છેદ કરનાર છે વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિમૅલ કરાવનાર છે. સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવ સુખનું કારણ છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિ મંત્રને હે ભળે તમે
1