________________
- ૪૭
ખમાસમણ પૂર્વ કચયવંન કરતા સ્તવન બલવાના પ્રસંગે ભાણ કુંવર પિતે જ વાજીંત્ર વગાડી સુંદર ભાવવાહી શબ્દમાં મધુર કંઠથી પિતે ગાય છે અને બીજાઓને પણ ગવરાવે છે. રંગ જમાવવામાં દોકડ તબલા, ઝાંઝ, વિણ, શરણાઈ વિગેરે સાધને પણ સાથે જ છે. સુખદાયી એવું પ્રભુજીનું મુખ સહુ જુએ છે. ભવનાટમાં ફરી ફરી નટની જેમ નાચવું ન પડે એમ સમજીને બેઉ હાથમાં બે ચામર રાખી પ્રભુજીને સન્મુખ નાચ કરીને ચામર વીજે છે. અને પ્રભુજીની આજ્ઞા શીર પર ધારણ કરે છે. પછી આરતી દી કળશ વિગેરે કરી ત્રત પચ્ચખાણ અભિગ્રહ શક્તિ અનુસાર લઈ ત્રણ વખત ઘંટનાદ કરીને કહે છે કે હે પ્રભુ તમારે ધર્મ સાચે છે સાચે છે તેને હું હૃદયમાં ધારણ કરું છું. આ બધું જોઈને મોહરાજાને તે મોટી ચિંતા થઈ. કે આ મારે સેવક થઈને મારૂ માનતે પણ નથી. મહરાજાનું કંઈ ખાસ ચાલતું નથી. હવે બધા ગુરૂ દર્શન કરવા. જિનવાણીનું શ્રવણ કરવા ઉપાશ્રયે ગયા. નવી નવી ગહુંલીઓ કરે છે રત્નો જડેલ શ્રીફળ મૂકી ઉપર હીરામાણેક વિગેરે ધરાવે છે.સનારૂપાના ફૂલેથી અક્ષતથી ગુરૂમહારાજને વધાવે છે. ગુરૂજીને વંદન કરી ગુરૂપૂજન કરી વાસક્ષેપ નંખાવે છે ખુશ થાય છે. પિતાના આત્માને ધન્ય માને છે. અને ગુરૂમુખથી જિનવાણી સાંભળવા શાંતિથી બેસી ગયા તે વખતે પૂ. આચાર્ય મહારાજા આદિ મુનિરાજોને તથા પૂ. સાધવજી મહારાજ સમુદાયને પડા કામળી વિગેરે સંયમના ઉપકરણે વહેરાવ્યા બાદ યુવરાજ શ્રી ભાણ