________________
૪૫૯
તે વખતે શ્રી છત્રકુંવર રાજપોશાક ધરી ત્યાં આવે છે, અને શિધાયને કહે છે કે કેમ ભાઈઓ તમને એવામીઠાઈ કપડાઓ વિગેરે ખૂબ મલ્યાને? • આ ના, ધૂડે, પૂજે, રમે, ખેડો, ગાંડ, થેલે, જુઠા,
છે, પાને ગીગો તથા બેન બનેવીવેલ તથા કાળાકાકા,કાળીકાકી મીઠી મામી, મૂળા માસા, માસી, ફુવા, રૂડો તથા રૂડીભાભી બધામજામાં છેને?
ગઈકાલ સુધી હું તમારે ભાણ હતું, આજે હું છત્રકુંવર છું તે પણ હું તમને તથા તમારા ઉપકાને ભૂલવાને નથી, સત્યવાદી ઉપકારી એવા શ્રી ભાણક વરની શીખામણ હૃદયમાં ધારજે, મેં પણ જૈન ધર્મને સ્વીકાર કર્યો છે. તમે પણ સર્વે તેજ ધર્મને આચર. - સમજુ એવા ગીગાભાઈએ રાજકુંવરને કહ્યું કે અણસમજણથી આપ જેવાની પાસે ભીખ મંગાવી તે તે અપરાધ માફ કરજો. છત્રકુંવરે કહ્યું કે ભાઈઓ આમાં તમારો વાંકજ ક્યાં હતે. ખરે વાંકત મારા અંતરાય કર્મને સમજવાને છે. ભાઈઓ હવે હું પણ બે શબ્દ હિતના કહું છું કે વ્યવહારમાં રહેવાનું છે તો અભ્યાસ કર્યાવિના ચાલશે નહી. ભણ્યા વિના સુખી થવાશે નહી. ભણ્યાવિન પુન્ય પાપ સમજી શકશે નહી.
શ્લોકાર્ધન પ્રવક્ષ્યામિ, યદુક્ત ગ્રંથ ટિભિઃ પરેપકારક પુણ્યાય, પાપાય પરપીડનમ