________________
૪૫૮
રૂપીયા મળે છે. બેલે શું વિચાર છે. ત્યારે એક જણાએ કહ્યું કે ના ના સાહેબજી શરીરના કકડા કરાય! કકડા કરીને પછી મૂડી ખલાશ થઈ જાય ત્યારે શી દશા થાય! આપે સમજાવ્યું તે બરાબર છે. કે હાથ, પગ, જીભ, નાક, કાન, વિગેરે એજ મોટામાં મોટી અમારી પાસે મૂડી છે, દેહની કિંમત થઈ શકે જ નહી, આટલા વરસે અમારા ખરેખર પાણીમાં ગયા. આપ જે જે સલાહ આપશે તે અમારે માન્ય છે.
ભાણકુંવરજીએ કહ્યું કે મારી આપ સર્વેને વિનંતિ છે, સલાહ છે, ભલામણ છે કે તમે આજથી જ ભીખમાંગીને જીવવાનું છોડી દે, આપ મુંઝાશો નહી. સાથે સાથે બીજે પણ ખુલાસો કરૂં છું કે દરેકને યોગ્ય ગ્ય જેજે કાર્યમાં જોડાવાની રૂચિ હશે. તે મુજબ સહાય કરવામાં પણ રાજય તરફથી બંદબસ્ત થશે. અને આત્મ કલ્યાણ કઈ રીતે થાય તે પણ સમજાવાશે. ભાણવરની આવી હિતકારી મીઠી વાણી સાંભળી બધા ખુશખુશ થયા અને હર્ષના આંસુ સાથે ગળગળા થઈગયા, અને કહ્યું કે આપના કહેવા મુજબ આજથી જ હાડકાને હરામ કરાવનારી એવી ભીખ ડાકણને ત્યાગ કરીએ છીએ, અને આપને ધર્મ તેજ અમારો ધર્મ છે, અમારો દ્રવ્યથી ઉદ્ધાર કર્યો, તેમજ ભાવથી પણ ઉદ્ધાર કરશો, આપ આજ્ઞા કરશે તે મુજબ વર્તશું, અમારા કુળમા દીપક સમાન ધાર્યો હતો. તે ખરેખર દીપક બની પ્રકાશ પાથરી જડ મૂર્ખ જેવાં અમને હિતમાર્ગે વાળ્યાં અંધકારને દૂર કર્યો.