________________
૩૫
પિતાનું જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વરૂપ ભૂલી પણ જાય છે.
જે કઈ જગાડનાર ચેતવનાર સમજાવનાર મળે તે કઈ કોઈ આત્માઓ પિતાનું પરાક્રમ ફેરવીને તત્ત્વત્રયીની આરાધના કરી આત્મકલ્યાણ કરે છે તેમ આપણે પણ આપણું આત્મસ્વરૂપ પ્રગટાવીએ.
હવે તે છત્રપુરમાં રાજપુત્રને જન્મ જે દિવસે જે વારે જે નક્ષત્રે થયે છે. તે જ દિવસે ગામની બહાર છેવાડે એક ભીખારીને પણ જન્મ થયેલ છે. તે ભીખારીને પુત્ર પણ રાજપુત્રના રૂપરંગના જેજ. ચહેરે પણ સરખો. બોલીમાં પણ બીલકુલ ફરક નહી. હાલવામાં ચાલવામાં દડવામાં પણ સરખાજ અને ઉચાપણ બરોબર સરખાજ થયા છે. જો બંનેને એક જ વેશ હૈય તે ભલભલા પણ ભ્રમણામાં પડી જાય. રાજપુત્રને જન્મ થવાથી રાજારાણીને અત્યંત હર્ષ છે. તેમજ પ્રજા અને અધિકારી વર્ગ પણ ખુશ થયો. પાંચ ધાવમાતાથી રમાડાતે નવરાવાતે રાજપુત્ર પિષણ પામી રહ્યો છે. પાંચવરસને થયો ત્યારે સારા મુહુર્ત રાજાએ પુત્રને અભ્યાસ કરાવવા મોટા ધામધુમથી હાથીની અંબાડી ઉપર બેસાડી વાજતે ગાજતે જયાં પંડિતજી
રાયા છે. ત્યાં આવી પહોંચ્યા. રાજકુંવરોમાં સ્વાભાવિક વિનય હોય છે. એટલે પૂ. પંડિતજીને માથુ નમાવી બે હાથ જોડી નમસ્કાર કર્યો. એટલે પૂ. પંડિતજીએ પણ શુભ આશિર્વાદ આપ્યા. રાજ તરફથી પંડિતજીને પંડિત પષાક અપા. વિદ્યા