________________
૩૪
ભક્તિ કરવી. તેમના ગુણા જાણવા એળખવામાં તન્મય બનવું એજ મુક્તિ મેળવવાના ઉપાય છે. એનુ જ નામ મુક્તિનુ ધ્યેય છે. મહાનુભાવેવા ! હવે મૂળ વાત ઉપર આવીએ. છત્રપુરીમાં સિંહ રાજા રાજ્ય કરે છે. ફુલકુવરબા નામે રાણી તે પણ શિયળને ધારણ કરનારી છે. રાજપુત્ર છત્રકુવર પણ રાજા રાણી તેમજ પ્રજાને આનંદ આપી રહ્યો છે. હવે દૃષ્ટાંત કંઈક વિસ્તારથી સાંભળા.
તે છત્રપુરી નગરીમાં મૂળ ક્ષત્રીયવંશ કુટુંબ દુકાળ આદિના કારણે રંક બની જવાથી ક્ષત્રીયકુળના આચાર વિચાર ભૂલી ગયા. નાકરી કે કાઈનું કામ પણ નહી કરતા હરામ હાડકા થઈ જવાથી ભીખ માગવા લાગ્યા. પરદેશથી ફરતા ફરતા તે રંક ટાળુ ચાર પેઢીથી છત્રપુરમાં રહેતુ હતુ. પેાતાની જાતને પણ ભૂલી ગયું હાવાથી અમે ભીખારી છીએ. એમ સમજીને કાઈ પણ ધંધા ન કરતાં માંગી ખાવાના ધંધા લઈ બેઠા હતા. મહાનુભાવા ! આપણી પણ એક રીતે એવીજ સ્થિતિ કહી શકાય. આત્મા સિંહ કરતા પણ બળીએ હોવા છતાં અષ્ટકમ ના પાંજરામાં પુરાઈ જવાથી પરાક્રમ ફારવી શકતા નથી. અને પાંજરાના બંધનથી છૂટા થઈ શકતા નથી. જગતમાં મેટા ભાગના જીવાની સ્થિતિ આવીજ ચાલે છે. અંતે દંડ અને આત્મા એકજ છે. આવી માન્યતા ધર કરી બેસેલી હાવાથી હુ ભીખારી છું. રાજા છું એમ પેાતાને ઠેસી જાય છે. અને તે