________________
૩૩
જુગારી મન જુગટુ રે. કામીનીને મન કામ, આનંદઘન પ્રભુ યુ કહે. ઐસે પ્રભુકો પર ધ્યાન એ.પ. ભાવાર્થ–જુગારી માણસને ધન મેળવવાની જ ધૂન લાગેલી રહે છે. જુગાર રમનારાઓને ગોતતો ફરે છે. જુગાર રમવાનું મળે નહીં ત્યાં સુધી તેને ચેન પણ પડે નહી. જુગાર રમવામાં જ લક્ષ્ય રહ્યા કરે છે. તેવી જ રીતે મોક્ષ મેળવવાનું જ લક્ષ્ય રહેવું જોઈએ.
વળી કામી નરનારીઓ સુંદર સ્વરૂપવાન, યૌવનવયવાળા સ્ત્રી પુરૂષને જોઈને તેમની સાથેનો સંગ ઈચ્છયા કરે છે. તેના જ વિચારમાં રમ્યા કરે છે. પુરૂષ હોય તે ઘરવ્યવહારના ગમે તે કામકાજમાં ગુંથાયે હેય. ખાતા, પિતા, વાત કરતા, ધંધો કરતે હોય પણ જે સ્ત્રીને મળવાની કામના હોય તેનાજ વિચાર રમ્યા કરે છે. તેમજ સ્ત્રી પણ રસોઈ કરતી હોય, કપડા ધોતી હેય, કચરો કાઢતી હેય ઘરના બધા કામકાજ કરતી હેય છતાં પણ જે પુરૂષ સાથે લગની લગાડી હોય તેમાં જ તેનું ચિત્ત લાગેલું રહે છે.
તેવી જ રીતે હે સુશ્રોતાઓ ! શ્રી આનંદઘનજી મહારાજ પણ સમજાવે છે કે તમે પણ પ્રભુતા મેળવવા માટે પ્રભુના રસમરણમાં લીન થાવ. ઉપર જણાવેલા દાખલાઓમાં કર્મબંધના કારણો છે ત્યારે પ્રભુનું સ્વરૂપ જાણવા ગુણ મેળવવામાં તે કર્મની નિર્જરા છે સાચા ભાવથી સાચા ઉપગ પૂર્વક પ્રભુ