________________
છતાં પણ તેનું ચિત્ત બીજ જવા દેતા નથી. સહેજ ચૂક થઈ જાય તે વરસેની તાલીમ લીધેલી મહેનત નકામી જાય. નીચે પડતાં વાર લાગે નહી. ઈનામ, બક્ષીશ, દાન મેળવવા ખૂબ ખૂબ સાવધાની પૂર્વક દરપર નાટક કરે છે. અને સફળતા મેળવે છે. તેમજ હે સુણે! તમે પણ પ્રભુપદ મેળવવા આત્મસુખ મેળવવા એવા જ તન્મય બને. સંસાર ચોકમાં રહ્યાં છતાં પૌગલિક સંસાર સુખમાં નહી રાચતા આત્મ ઉપગમાં રહેશે તો જરૂર આત્મ કલ્યાણ કરી શકશે મુક્તિદાન મેળવી શકશો. વળી, આગળ જણાવે છે કે, સેની સોનાના ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે રે. વાકુ ચિત્તડુ સેનૈયામાંય..૪ | ભાવાર્થ–સેની ચાંદી સોનાના આભૂષણ ઘડે છે. ઘરની સાથે વાત ચીત કરતો આનંદ પમાડે છે. ભૂંગળીથી મોટું ફુલાવી. અગ્નિથી સેનુ ગાળતો જાય. કારીગરીની અનેક ક્રિયા કરતે જાય પણ તેનું ચિત્ત તો સેનામાં જ હોય છે. કોઈ પણ રીતે સેનું મેળવી લેવું. તેવી જ તેની સુરતા હોય છે. તેવી જ રીતે હે ભવ્ય જી! તમે પણ સંસારમાં રહ્યા છે તો પણ સાથેની સિદ્ધિ કરવા જીવન મુક્ત થવા નિંદા વિકથા પ્રમાદ છોડીને સદગુરૂના મુખથી જીનવાણીનું શ્રવણ કરી આત્મ સ્વરૂપને પ્રગટાવે અને સે ટચના સોના જેવું નિર્મળ સુખ મળે. વળી દષ્ટાંટથી સમજાવે છે કે,