________________
૪૫૧
જ
વખત રાજબગીચે જઈ ચડયો. તે વખતે રાજકુંવર બાગમાં પેાતાના હવા ખાવાના બંગલામાં હતા. તેઓએ મને જોયા. દર્પણમાં જોતા તેમના જેવા જ હું જણાયો. કારણ હું અમે બને રૂપર ગે ઉંચાઇમાં બાલચાલમાં સરખા જ હતાં. જેથી રાજકુવરને કૌતુક થયું. કૌતુક જોવા માટે મને ડર બતાવી અંદર બેલાવી મારા વેષ ઉતરાવતા ગયા. અને મારા વેશ તે પહેરતા ગયા. પછી મને મૂકીને તેએ ર કવેશે બગીચા બહાર ગયા. પાછળથી ફુલહાર ગજરા લેવા ગયેલા માળી ગાડીવાળા તથા સીપાઈ આવ્યા. અને મને જ રાજકુંવર સમજી સલામ ભરી ઊભા રહ્યા. હું સઁક છું એમ કહેવાતાં બંને સરખા હેાવાથી તફાવતસમજી શક્યા નહી. અને મારા બેલ ઉપરથી રાજકુંવરને કંઈક ઝેડઝપટ લાગી છે. એમ જાણીને ગાડીમાં બેસાડીને રાજમહેલમાં રાજા પાસે લઈ ગયા, રાજા વિગેરેએ પણ મને સાચા જ રાજકુંવર માની લીધા. અને ભૂતપ્રેત વળગેલ હશે અથવા કાઈ રાગ થયેલ છે. એમ સમજી ધણા ઉપાયા કર્યાં. અને એકડે એકથી મને ભણાવ્યા. અને હુશીયાર થયા. રાજગાઢી લેવાની બીલકુલ ઇચ્છા નહેાતી. હવે આ બાજુ ખરારાજકુંવર મને ગાડીમાં નાંખીને લઈ ગયા પછી બગીચામાં ગયા હશે. પણ સીપાઇએ ભીખારી સમજીને કાઢી મૂક્યા હશે. અને ફરતા ફરતા તમારા ભેગા થયા હશે. એટલે તમેાએ પોતાના જ આ ભાણીએ ધારીને પકડયા હશે. અને ભાગ્ય હિન બનવાથી ભીખ માંગતા શીખી ગયા.