________________
४४८
ટાઢતાપ વરસાદે ફરવું, કહેવા માબાપ માજી, બેનબેન માતાજી કહેતા. તેપણ થાય ન રાઇ, . ૬ આપે બાપુ હુંજ ભૂખ્યાછું, કહી કરવી લાચારી, આવી ભીખમાં શું મજા છે, કહો તુમે વિચારી. જી. ૭ ઉદ્યમ ન કરોને ખાવું, એ પણ વસ્તુ ખાટી, ભલે મજુરી કરવી સારી, લાગે મીઠી રોટી. જુ. ૮ પાણી દળણું કરવા સારા, કરવા કામ ખેતરના, રાજકાજમાં મળે નોકરી અથવા શેઠના ઘરમાં જુ. ૮ ભીખ માંગવી તે ઉદ્યમ છે, એ અર્થ ન કરશે, હરામચસકેતે કહેવાયે,ખરીવાતચિત્ત ધરશે. જુ. ૧૦ ન છટકે ભીખ ધંધો કરવો, એ વાત છે તે ન્યારી. હાથપગ આખાહાયસારી, ભીખનગણવી સારી, જુ. ૧૧ હાથપગ નાક જીભ જરૂરી, કિંમત તેની હજાર, લાખોબે ખાનામળશે, દેહકિંમતી છે તમારે. જુ.૧૨ ભીખ માંગીને ખાવા કરતા, ઉદ્યમ કરા સારૂ, પુજ્યસંતનામુખથી સૂર્યું. તેમને સંભળાવું, જુ. ૧૩ દૃષ્ટાંત લાંબુ હોવાથી, સાર સાર જણાવું, પરાધિનતા છે દુઃખદાઈસ્વાધિનતા સમજાવું. જુ.૧૪ નાનાનાના ઉદ્યમ કરતા, પરાધિનતા જાયે, ઉધમ સ્વાધિનતાથી થાયે, સુખે નિર્વાહ થાય. જુ.૧૫