________________
૪૨૪
થાય. એમ અગ્યાર મહિના સુધી ચાલ્યા કરે. ઉદયાવલિકા તે કર્મોને બહાર પાડવાને માર્ગ છે.
જેમ જેમ ઉદયાવલિકામાં આવતા જાય અને ફળ બતાવતા જાય. તેમ તેમ તે આત્મ પ્રદેશોથી જુદા પડતાં જાય. ત્યાર પછી તેનું નામ કર્મ ન કહેવાય, પરંતુ ત્યાર પછી તેનું નામ કામણ વણ કહેવાય.
ઉદયાવલિકા એટલે એક આવલિકા સુધી કર્મની ઉદયની ક્રિયા ચાલુ રહેલી. કેટલા સમયની આવલિકા કહેવાય તે આગળ કહેવાઈ ગયું છે. બીજે મહીનેથી શરૂ થયેલી ને બાર માસ પુરા થતાં સુધી ઘણી ઉદયાવલિકાઓ થઈ જાય અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ આખા ઉદય કાળને નિષેક કહે છે.
બાર મહિનાની સ્થિતિના બાંધેલા કર્મને એક મહિને અબાધાકાળનો જાય.ને બાકીના અગ્યાર મહિના રહ્યા તે નિષેકકાળ કર્મને ઉદયકાળ કહેવાય.
આ નિષેકકાળ સંબંધી સમજવાનું આગળ ઉપર વિચારીશું. હાસ્ય કર્મના દષ્ટાંતમાં એક વર્ષ અને એક મહિને માત્ર સમજાવવાને માટે આપ્યા છે.
- મહાનુભા! આવલિકા તેમ ઉદયાવલિકાનું સ્વરૂપ એ પણ સાંભળતાં સમજી શકાય તેવું જ છે.