________________
૪૨૫
વળી વિશેષમાં નિષેકકાળ કોને કહેવાય. તેની બીના પણ આપણે હવે કરીશું. સુજ્ઞ ! જગતની અનેક પ્રકારની નાની મોટી બીનાઓ છાપા વિગેરેમાં વાંચતા છતાંય ન સમજાય તે પણ પૂછી પૂછીને પણ નાના મોટા ભાઈબહેને સમજવા માટે પ્રયત્ન કરે છે. તે પછી આ તો આપણા ઘરની વાત છે. આત્માની-કર્મની વાત છે. તે કર્મને ક્ષય કેમ થઈ શકે. આત્મા નિર્મળ કેમ બને તે સંબંધીખા સવારંવાર વાંચવાની વિચારવાની જાણવાની,સાંભળવાની ચીવટ હેવી જ જોઈએ ઉત્સાહ વધે જોઈએ. ભાગ્યશાળીઓ! ભાણવરનું ન્યાયીપણું. સત્યવાદીપણું, નિસ્પૃહતા, નિખાલસ પણું, વિનય, વિવેક, નમ્રતા, રાજકુંવર જેવી સ્થિતિએ પહોંચવા છતાં ધાર્મિક જ્ઞાન મેળવવાની કેટલીધગશ, કેટલી ઉત્કંઠા, કેટલું સુશીલપણું, કહેણી જેવી રહેણી જેવું અતિ આનંદ આપનાર તેનું જીવન. સુદેવ સુગુરૂ સુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા. આવા આવા અનેકાનેક ગુણેમાંથી ઘણુંઘણું શીખવાનું છે, શીખવા જેવું છે, મેળવવા જેવું છે, અમલમાં મૂકવા જેવું છે. તેને વારંવાર વિચાર કરીને આપણે આપણું જીવન સુધારવા જેવું છે. ભાગ્યશાળીઓ ! ચરિત્ર પૂરૂ થવાનું જ છે. ચરિત્ર પણ ગુણેથી જ શેભે છે. સાંભળવાને લાયક બને છે. માટે સમજવા આદરવા પ્રયત્ન કરશે.
સુજ્ઞ ! છત્રકુંવરને પણ હવે ખાત્રી થઈ ચૂકી છે કે મને મારે રાજયહક્ક મળશે. મને જ તીલક થશે.