________________
૪૦૬
હવે વિચાર કરો કે જે બધા સંચાઓ ચાલે છે. તે કઈ એક સરખી રીતે ચાલે છે? ના એકસરખી રીતે ચાલતા નથી. કેટલાક ચક્રો ગેળ ફરે છે. કેટલાક ચક્રો અર્ધા ફરે છે. કેટલાક સાંચાને અવયે લાંબી લાકડી જેવા હોય છે. તે માત્ર આમથી તેમ જાય છે. પંખાઓ ઘણા જ વેગથી ફરે છે. જે સંચા જે પરિસ્થિતિમાં ગોઠવ્યા હોય તે પ્રમાણે જુદી જુદી ક્રિયા કરે છે. કઈ ચક્રો સવળા ફરે છે. ત્યારે કોઈ અવળા ફરે છે. એમ સી પિતાપિતાની ગોઠવણ પ્રમાણે કામ કર્યું જાય છે. બસ એવી જ રીતે અહીં પણ સમજી લેવું.
પણ તે બધી અસર અગ્નિની છે તે રહેજે સમજાય છે. તેમજક્ષાંતિપૂર્વક આત્મબળ વધે જીનેશ્વરોએ કહેલ ગુઢલલિત ત સમજતા વાર લાગે નહિ. અર્થાત્ કામની સિદ્ધિ પામેજ.
ઢાળ ૧૯મી જમાલપુર જાઈએ ટોકરશાની પોળ, પાર્શ્વનાથજી ભેટીયા, મન થયું રંગરેળ. ૧ ઉપર તે નમિનાથજી, ભૈયરે આદિનાથ, કર્યા દર્શન હરખાઇને તીર્થપો પણ સાથ. ૨ દરવાજાની બહાર જ્યાં, વડે પગલા છે જ, સિદ્ધગિરિ પટ્ટો બંધાય છે, કાર્તકી પુનમેજ. ૩ દર્શન કરી જઈ આગળે,આણંદકલ્યાણ બ્લેક, આવે રૂષભને નિરખવા, જૈન જૈનેતર લેક. ૪