________________
૪૦૫
હવે તમેતે ઝાડને ખાતર પાણી પુરે આપ શું પરિણામ આવશે? શું ફૂલની કળીઓમાંથી એકદમ પાકા દાડમ બની જશે? નહી જ બને પણ ક્રમે ક્રમે ખીલશે. કાચા હશે તે પાકશે. દરેમાં પતિપતાની પછીની સ્થિતિ ઉત્પન્ન થશે. એટલે હવે બરાબર સમજાયું હશે કે ખાતર અને પાણીએ એક વખતે પિતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. પરંતુ તેનું પરિણામ સીને પિતપોતાની સ્થિતિ અનુસાર જુદુ જુદુ થયું. તેમજ કરણ એકજ છતાં બંધાતા કર્મને બાંધ્યા ને સંક્રમણ ગિને સંક્રમ કર્યો. આ રીતે તે કરણમાં વિચિત્ર શક્તિ હોય છે. અથવા તે અધ્યવસાય સ્થાન અને ગનું સામર્થ્ય વિચિત્રતા ગર્ભિત હોય છે. જેને લીધે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે. બીજું દષ્ટાંત કાપડની મીલનું પણ ગ્યજ છે. | મીલ ચલાવવા માટે એકમેટી કેડી કેલસ સળગાવવાની હોય છે. તેમાં ખૂબ તીવ્ર અગ્નિ સળગાવવામાં આવે છે. અને તેને લીધે વરાળ બને છે. અને તે વરાળ બીજા એક યંત્ર ઉપર અસર ઉપજાવે છે. તે વળી બીજા યંત્ર ઉપર અસર ઉપજાવે છે. એમ ઠેઠ કાપડ વણાય છે. ત્યાં સુધી અનુક્રમે દરેક ઉપર તે સળગતા અગ્નિની આડકતરી રીતે અસર ચાલી આવે છે. જે તે બુઝાઈ જાય તે બધું બંધ. વળી તેને સતેજ કરવામાં આવે તો બધા સાંચા સતેજ ચાલે. ને તેને મંદ કરવામાં આવે તે બધા સાંચા મંદમંદ ચાલે. અર્થાત્ બધી અસરનું મૂળ તે સળગતે અગ્નિ છે.