________________
૪૦૩
તે પહેલા કહેવાઈ ગયું છે પણ તે વસ્તુ ખ્યાલમાં રહ્યા કરે
એટલા જ સારૂં જણાવવાનું જે અધ્યવસાય અને વેગ બળથી ઉત્પન્ન થયેલ આત્મિક બળ તેને કરણ કહેવાય છે. કરણની અસર થાય છે તે આપણે જોઈ ગયા છીએ. છતાં વિશેષ સમજવા દાંત પણ ઉપયોગી થાય છે.
એક સમયે આપણને અધ્યવસાય અને યોગના સ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું એટલે કે કરણઉત્પન્ન થયું તેજકરણ તેજ વખતે કેટલાકકર્મને બાંધે. પૂર્વે બાંધેલાને સંક્રમણ કરે ત્યારે તેનું જ નામ સંક્રમણ કરણ કહેવાય કેટલાક કર્મનું ઉદ્દવર્તન અને અપવર્તન થાય. જેથી તેનું જ નામ ઉદ્દવર્તન કરણ અપવર્તન કરણ કહેવાય. વળી તેજ કરણને લીધે કેટલાકની ઊંદિરણા અને કેટલાકને ઉપશમ થાય કેટલાક નિકાચિત બંધાય અને કેટલાક નિદ્રુત રીતે બંધાય. ત્યારે તેજ કરણનું નામ ઉપશમના ઉદિરણા નિદ્રુત્ત નિકાચિત કરણએનામ કહેવાય. અર્થાત્ એક સમયનું કરણ તે સમયે જેટલા કર્મ બંધાય તેનું બંધન કરણ ગણાય. જેટલાને સંક્રમાવે તેટલાનું સંક્રમણ કરણ ગણાય. આ ઉપરથી એટલું સમજવું જોઈએ કે દરેક ક્ષણે અધ્યવસાયને વેગનું બળ એટલે કરણ હોય જ છે. અને તેના લીધે આઠ ક્રિયાઓ ચાલુ જ હોય છે. - કાઈ કર્મ બંધાતા હોય. કેઈ નિકાચિત થતા હોય. કોઈ સંક્રમતા હોય. વિગેરે સમજવું. એકજ કરણ બધા કામ કરે