________________
૧૮મી ઢાળનું વિવેચન હે ભવ્યાત્માઓ! જીનેશ્વરની વાણી હમેશા તમે ચિત્તમાં ધરે. હે ચેતન! જીનેશ્વરોએ કર્મના ફળ હ્યા છે. તે કર્મની વિચિત્રતા કર્મોના કામે વિચારે.
કર્મ બંધાયા પછી તરત જ તેના ફળ મળતાં નથી પણ તે તે કર્મની મુદત પુરી થાય ત્યારે જ ઉદયમાં આવી ફળ બતાવે છે.
મહાનુભાવે ! છત્રકુંવરનાં કર્મોની પણ વિચિત્રતા તે છે જ જેથી જ છત્રકુંવરના ચરિત્ર સાથેસાથે જગતના છ કર્મીનુસાર સુખ દુઃખની પ્રાપ્તિ કરે છે.
તેવા પ્રસંગોમાં કરણની વિચિત્રતાથી કર્મોની સ્થિતિ રસમાં ઘણા ઘણું ફેરફાર થઈ શકે છે. થાય છે. તેનું વર્ણન
પણ સાથે સાથે અપાય છે. તે જાણવા જીજ્ઞાસા રાખવી તે એક કર્તવ્ય છે. સમ્યકત્વ એટલે જિનેશ્વરે કહેલ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે બરાબર છે. પણ જિનેશ્વરના કહેલા તત્ત્વ સાંભળવાની વાંચવાની જાણવાની રૂચિ કરાય તેમજ શ્રદ્ધા કરાય ત્યારે જ શ્રદ્ધાની પુષ્ટિ થાય.
આવું ઝીણું ઝીણું સમજાય નહિ. સાંભળીને વાંચીને જાણીને શું કામ છે. એવું એવું પણ મનમાં આવી જાય તે પણ ઊંડી ઊંડી પણ શ્રદ્ધામાં ખામી આવવા પામે તેમ થવા ન પામે માટે તે વાતમાં રસ રહ્યા કરે તેમ કરવું.