________________
૩૯
લાલાભાઈની પિળમાં, નાયક વિમલનાથ, સુરદાસ શેઠની પોળમાં, ભેટયા કુંથુનાથ. ૩ સમેત શિખરની પોળમાં, પાશ્વ પ્રભુ છે ખાસ, સમેત શિખર પહાડ છે, લડ કોરણ તાસ. ૪ તીર્થોના પટ છે ઘણું, જેવા જેવા ત્યાંય, સંવછરી દિન સંઘ ત્યાં, વાજતે ગાજતે જાય. ૫ હરકીશન શેઠ પોળમાં, શાંતિનાથ સુખકાર, * ડાબે જમણે બિંબ છે, પંચ ધાતુ શ્રીકાર. ૬ કાકા બળીયા પિળમાં, સુમતિનાથ જીનરાજ, દર્શન કરી પાછા ફર્યા, લલિત દર્શન કાજ. ૭
(રાગ-ધર્મજીનેશ્વર ગાઉં રંગશું, ભંગમ પડશે હે પ્રીત જીનેશ્વર) જીન વાણી તુમ ભવિયા ચિત્ત ધરે,
કમ તણા જુઓ કામ હે ચેતન તરતજ ન મળે ફળ પણ કર્મના, મળે મુદત પુરી થાય, હે ચેતન, જીનવાણી તમે ભવિયા ચિત્ત ધરે. ૧ અસર કરણની થાયને જોઈઉ,વળી સમાજ વિશેષ,હા. કરણતે યોગને અધ્યવસાયથી, પ્રગટે આત્મ બલ હા. ૨ જે સમયે કરણ થયું તે ક્ષણે, તેજ ત્રણે કર્મ બાંધે છે. આઠે કર્મ ક્રિયાઓ ચાલતી,તે સમજે સમજાય છે. ૩