________________
૩૯૭
જ્યારે આત્મા કામણ વણાઓ ગ્રહણ કરે તેને કર્મરૂપે, પરિણમાવે છે. ત્યારે તેના ભાગલા પડે છે અને તેમાં સ્વભાવનું નિર્માણ થાય છે. તે આત્માની અસરને લીધે જ થાય છે.
આત્મા ધારે તે કર્મની રિથતિ અને રસમાં પણ મટે ફેરફાર કરી શકે છે. આને કમ ઉપર થતી આત્માની અસર નહિ તે બીજું શું કહેશે ?
આત્મા સ્વભાવે અનંત જ્ઞાની છે. પણ જ્ઞાનાવરણીય કર્મ તેના જ્ઞાનને દબાવે છે. તે એટલું બધુ દબાવી દે છે કે તેને અનંતમો ભાગજ ખુલ્લું રહે છે. જે કર્મનું ચાલે તે આત્માને સાવ જડ બનાવી દે.પણ એટલી હદ સુધી તેનું ચાલતું નથી.
પહેલા કહેવાઈ ગયું છે કે એક દ્રવ્ય પલટાઈને બીજું થતું નથી. એટલે એમ બનવું શક્ય નથી.
કર્મના ઉદયથી આ બધી ધમાલ દુનિયામાં પ્રવર્તે છે. માનવી પોતાના આત્મબળથી આ કર્મોને ફેરવી નાંખી શકે છે. અને કર્મની નિર્જરા કરીને મોક્ષે જઈ શકે છે. જો કે પરપરાએ કર્મ અનાદિના છે. અનાદિની પરંપરા અટકી પણ શકે છે. જો પેઢીની પરંપરામાં છેલ્લી વ્યક્તિને પુત્ર ન થાય અથવા તે છેલ્લી વ્યક્તિ બ્રહ્મચર્ય પાળે અને લગ્ન ન કરે તે પરંપરા અટકી શકે છે. આવી રીતે આત્મા મનુષ્ય ભવ. આર્ય દેશ. ઉત્તમકુલ અને સશુરૂને સંગ સંસર્ગ પામી પરમાત્માને