________________
૩૯૬ સંગમાં પુગલનું રૂપ ધારણ કરતો નથી. અને પુદગલે કોઈ પણ સ્થિતિ-સંગમાં આત્માનું રૂપ ધારણ કરતાં નથી.
આ લેક વિધ જગત કે દુનિયા છ દ્રવ્યને સમુડ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યને સમૂહ છે. તેમાં એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થાય નહિ, જે એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થતું હોત તે છનાં પાંચ થાય. પાંચના ચાર થાય. ચારના ત્રણ થાય.ત્રણનાં બે રહે,અને બેમાંથી એક બની જાય. એ રીતે તે જીવ અને અજીવની કે ચેતન અને જડની જુદાઈ પણ ન રહે.પરંતુ એદ્રવ્યો પલટાતા નથી તેથી છના છજ રહે છે. પુદગલ રૂપ કામણ વર્ગણાની કમની અસર આત્માના સ્વભાવ પર થાય છે. તેથી જ આ લેમાં આત્માની ભિન્નભિન્ન સ્થિતિ અવરથી ભૂમિકાઓ સંભવે છે.
ઘોડો અને ગધેડે સાથે રહેતા હોય તે બેડ પલટાઈને ગધેડો થતું નથી, કે ગધેડો પલટાઈને ઘોડે થતું નથી. પણ એક બીજાના સ્વભાવની અસર એક બીજા પર પડે છે. ધોળીયા બળદની સાથે કાળા બળદને બાંધીએ તે વાન ન આવે, પણ સાન જરૂર આવે. કહેવાની મતલબ એ છે કે ધોળા સારા ગુણવાળા બળદની સાથે કાળા–નઠારા સ્વભાવવાળા બળદને રાખ્યો હોય તો એ બળદને રંગ પલટાઈને કાળે ન થઈ જાય.પણ કાળા • બળદની ખાટીટે તે જરૂર આવે. જેમ કર્મોની અસર આત્મા પર થાય છે. તેમ આત્માની અસર કર્મ પર પણ થાય છે.