________________
૩૯૫
ક્યારેક વધે છે અને કયારેક ધટે પણ છે.મેહનીય કર્મના ઉદયને લીધે આત્મારાણી, દ્વેષી, ક્રોધી,માની, કપટી, લેભી વિગેરે બને છે. અને હાસ્ય તિ, અરતિ, એ બધુ ચાલુ હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર કર્મને યોપશમ થાય છે.ઉપશમ માત્ર મેહનીય કર્મને જ થાય. અને ક્ષય બધા કર્મને થાય છે. આયુષ્ય કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ જ છે. કારણ કે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ કે નરગતિમાંથી એક આયુષ્ય અવશ્ય ઉદય હોય છે.
નામ કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે. કારણ કે શરીરજાતિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્વર, ઉપધાત, પરાધાતા એ બધુ આપણને હોય છે.
ગોત્ર કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણે ઉંચ ગોત્ર કે નીચ ગોત્રમાંથી એક ગોત્રમાં તે અવશ્ય હેઈએ છીએ. અને અંતરાય કર્મને ઉદય પણ સમયે સમયે ચાલુ હોય છે. કારણ કે આત્માના ગુણે અનંત દાન, અનંતલાભ, અનંતવીર્ય આપણને હેતા નથી. આપણને દાન, લાભ, ભેગ, ઉપભોગ, વીર્યને જે અનુભવ થાય છે તે અંતરાય કર્મના ક્ષપશમ. ભાવને લઈને છે. આ રીતે આઠે કર્મને ઉદય સમયે સમયે ચાલુ હોય છે. આથી નિશ્ચય થાય છે કે આત્માને જે ઉપગ છે. અધ્યવસાય છે. તે વિવિધ કર્મોની અસરવાળે છે.
આત્મા પર કર્મની અસર થાય છે. આત્મા કેઈપણ સ્થિતિ