________________
૨૯ આથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ સાચા સુખની મિત્રાચારી વિના આત્માને કદી પણ ચેન પડશે નહીં. માટે ઉધમ પણ સાચે જ કરવો પડશે. દુઃખ જોઈતું નથી. એટલે દુર્ગતિ પણ જોઈતી નથી એટલા વિચાર માત્રથી દુઃખ કપાવાનું નથી. પણ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન પરિગ્રહાદિ અઢાર પાપ રથાનક રૂપ, પાપ વ્યાપારથી પાછા હઠી અને સમ્યગ્રજ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ ધર્મક્રિયામાં આદર કરે. તમે શ્રદ્ધાથી મુક્તિના ધ્યેય પૂર્વક ધર્મકરણી કરતા રહેશો તે વિનામાગે પણ સંસારના સુખે તે મળવાના છે જ. અને એ સુખ ભેગવા છતાં સંસારમાં મુંઝાવશે નહી. માટે હે ભાગ્યશાળીઓ ! તમો પુન્યાનુબંધી પુન્યાઈ અને મુક્તિના ધ્યેયથી આત્માને ધર્મરંગથી રંગી નાખે. પાસના બીજને લાલારંગની ભાવના દેવામાં આવે અને વાવવામાં આવે તે તે કપાસના બીજથી ઉત્પન્ન થનાર અંડવામાં જે રૂ થશે. તે લાલ રંગનું થશે. તેમ આત્માને પણ ધર્મરંગથી રંગવામાં આવે તે રહેજે સંસાર છૂટી જઈ સિદ્ધિ સ્વરૂપમાં વાસ થાય. આત્માને ધર્મરંગી બનાવવા માટે મનને કેન્દ્રિત કરવાની જરૂર છે. એય. કહે લક્ષ કહે, સુરતા કહે, ચિત્તની લીનતા કહે, ધ્યાન કહે એ બધા એક જ અર્થને જણાવનારા શબ્દ છે. શ્રેય કોના જેવું હેવું જોઈએ. આ વિષે આધ્યાત્મી ગીરાજ પૂ. આનંદઘનજી મહારાજે એક પદમાં ઠીક પ્રકાશ પાડયો છે.
દિયેય કેના જેવું હોવું જોઈએ આ વિશે અધ્યાત્મી મહાગીરાજ પૂ. આનંદઘનજી મહારાજે એક પદમાં કહ્યું છે કે,