________________
૩૦
ઐસે તું તો પ્રભુ ચરણે ચિત્ત લાય,
મનાજી તું તે પ્રભુ ચરણે ચિત્ત લાય; તેરે અવસર વિત્યો જાય,
એસે તું તો પ્રભુ ચરણે ચિત્ત લાય. ઉદર ભરણ કે કારણે રે, ગૌવા વનમેં જાય; ચારેચરેચિહુ દિશિફરે, વાકચિત્તડુ વાછરીયામાંય.એ. ૧ | ભાવાર્થ...હે આત્મન તું વીતરાગ પ્રભુના ચરણ કમળમાં ચિત્તને જોડ, ચિત્તની ચંચળતાના કારણે આત્મ સુખ મેળવવા રિથર થઈ શક્યો નહીં. જેથી તેને ઉત્તમ મનુષ્યભવ મલ્યાનો : અવસર મળ્યા છતાં તે અવસર એળે ગયે. નકામે ચાલ્ય જાય છે. માટે હજી બાજી હાથમાં છે જેથી સાવધાન થા ચિત્તની સ્થિરતા કરવામાં એકાગ્રતા ખાસ જોઈએ. દય વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ગમે તે કામ કરતા હોઈએ પણ પ્રભુનું સ્મરણ ચિત્તમાં ચાલુ રહેવું જોઈએ. દષ્ટાંત તરીકે ગાયે પિતાનું પેટ
ભરવા વનમાં ઘાંસને ચારો ચરવા જાય છે. ત્યાં ઘાસ ખાય છે - હરે ફરે છે. પાણી પીવે છે છતાં તેનું ચિત્તડું તો તેના વાછરડામાં જ હોય છે. તે શું કરતું હશે. ભૂખ્યુ થયું હશે. સંભાળતું હશે. એમ તેનું ચિત્ત બચ્ચામાં રાખે છે. અને ગામમાં પાછા ફરતા પણ જલદી ઘેર આવે છે અને બચ્ચાને જોતા જ આનંદ પામે છે.
તેમ તમે પણ હે મહાનુભાવે ! વ્યવહારના, વેપારના, રાજયના, ખેતીના નેકરીના કારીગરીના દરેક કાર્ય કરતાં છતાં