________________
ત્રીજી ઢાળનું વિવેચન–મહાનુભા! સાચા સુખની ભૂખ જે ખરેખરી લાગી હોય તે તે સુખ મુક્તિ પુરીમાં જ છે. પૂર્ણ જ્ઞાનીઓ તે કહે છે કે સંસારના દરેક સુખો નાશવંત છે. અર્થાત કાચા જ છે. ગમે તેટલી વાર ભેગવશે તે પણ તૃપ્તિ થશે જ નહી. ઉલટી તૃષ્ણા વધતી જ જશે. પૌગલીક પદાર્થોમાં સુખ હેય નહીં. પલમાં નાશ થનાર છે પૂ. મુનિરાજશ્રી નવિમલજી મહારાજે એક પદમાં કહે છે કે,
મેરી મેરી તું કયા કરે, કરે કેશું યારી;
પલટે એક પલકમેં, ન્યું ઘન અંધીયારી. ચેતન અબ કહું ચેતીએ, જ્ઞાન નયન ઉઘાડી; સમતા સહજ પણું ભજે, તજે મમતા નારી; ચેતન.
હે ચેતન તું જ્ઞાન નયન ઉઘાડ. અને મમતા પરિગ્રહને છેડ. જેથી સહેજે સમતા ભાવની પ્રાપ્તિ થાય. તું દરેક બાબતમાં આ મારૂ મારૂ કરી રહ્યો છે. પણ તેમાં તારી મોટી ભૂલ છે. મારું મારૂં જે કરે છે. તે જ મરે છે. અને તારૂં તારૂં જે કરે છે તે જ તરે છે. માટે મમતા મૂક. જગત સ્વાર્થમય છે. તું કોની સાથે મિત્રાચારી બાંધી રહ્યો છે. જેમ ઘોર અંધકાર વાદળા છવાયા હેય અથવા તે મનોહર બાગબગીચા બંગલાના આકાર વાળા રંગબેરંગી વાદળા જામ્યા હોય. પણ જોતજોતામાં વીખરાઈ જાય છે પલકમાં નાશ પામે છે. તેમ સંસાર સુખની મિત્રાચારી કાયમ રહેવાની નથી.
આ