________________
૩૮૮
તેઓ અને હું એક વેશ સિવાય બધી રીતે સરખા હોવાથી તમે સર્વેએ મનેજ રાજકુંવર માની લીધે. આજે જ મારા જેવામાં તેઓ આવ્યા. હું ભીખારી રંક હતું. સાચે રાજકુંવર તેજ છે. માટે રાજતીલક તેમને જ કરે. તેજ લાયક છે.
મહાનુભાવો ! ભાણકુંવર ખરેખર ભાણ (સૂર્ય) છે. સૂર્યના પ્રકાશ આગળ બીજા પ્રકાશઝાંખા પડે છે. તેમ ભાણુકવરમાં જે બુદ્ધિબળ, તેજ, ન્યાય, ધાર્મિકતા ભરેલી છે. તેને તુલ્ય બીજા કોઈમાં જોવામાં આવતી નથી. તેને ધાર્મિક અભ્યાસ ધર્મસંગીત ચમત્કાર પમાડે તેવા છે. પ્રાયઃ કરીને ધર્મની જ વાતોમાં વાંચનમાં તેના દિવસો પસાર થાય છે. બીજાને દુઃખી જોઇને તેના દિલમાં દુઃખ થતું. પિતાથી કાઈનું લગાર માત્ર પણ અન્યાય ન થઈ જાય તેની પુરેપુરી ચીવટ હતી. ન્યાય એજ એને મુદ્રાલેખ હતો. તેના હૃદયમાં સદા ક્ષાંતિ વસેલી હોવાથી દરેકનું હિત થાય તેજ ઈચ્છતો હતો. નવકાર મંત્ર તે ભીખારી પણામાંથી શીખેલ હતો. તેની શ્રદ્ધા ગજબ હતી. કોઈ ડગાવી શકે નહિ. આ તેનું લલિત જીવન દરેકને બહુ ખુશ કરનારું હતું.
ઢાળ ૧૭ મી મરીયા પાસ ખડકીએ, નાયક આદિનાથ, આજુ બાજુએ મોઈયા, પાશ્વ મહાવીર સાથ. ૧