________________
૩૮૭
કે અલ્યા ભીખારી ? તારે શું કહેવાનું છે. ત્યારે ભીખારી વેશ વાળા સાચા કુંવરે કહ્યું કે રાજગાદીને સાચે વારસદાર હું જ છું રાજગાદીને પહેલે હક મારે છે. મને જ રાજતીલક થવું જોઈએ. આ સાંભળીને રાજા મંત્રી વિગેરે હસી પડયા. અને જાણ્યું કે આ બિચારાને ચિત્તભ્રમ થયેલ હોવાથી ગડે બનીને આવી વગર વિચારી લવારી કરે છે. એમ સમજીને મંત્રીએ કહ્યું કે બે બેસ. તેને સારી સારી મીઠાઈ કપડાં વિગેરે આપશું હવે ફરીથી આવું બોલતો નહિ.
બેસીજા બેસી જા. અહીંયા જ બેસી જા. એમ કહીને તેની વાત ઉપર કંઈ લક્ષ આપ્યા વિના બેસાડી દીધું. જેથી વળી નિરાશ થઈ ગયો. તે વખતે ભાણવષે વિચાર કર્યો કે આનો કેસ સાચે છે આની ફરીયાદ સાચી છે કહેવું સારું છે. છતાં રાજા મંત્રી વિગેરે સાચી પરિસ્થિતિથી અજાણ હેવાથી આનું કહેવું અત્યારે માને તેમ નથી તેના તરફી કોઈ વકીલ પણ નથી. સાચી વાત મારી જાય છે માટે મારે જ સાચી હકીકત જણાવવી જોઈએ. એમ વિચાર કરીને રાજા કહે છે કે આની વાત કાઢી નાંખવા જેવી નથી.
તે બાબતની તપાસ કરે, ખરે રાજકુંવર તમારે તેજ છે. હું નહી. મારું પણ એજ કહેવું છે કે, એજ તમારે સાચે કુંવર છે. પિતાને રાજવંશી પોશાક મને પહેરાવ્યું. અને મારે રંક વિશ તેમણે ધારણ કર્યો તેમાં જ તેઓ ભીખારી બની ગયા