________________
૩૮૬
જ્યાં સુધી મિથ્યા દર્શનમાં હતો ત્યાં સુધી તે બાળક હતું. જ્યારે જૈનદર્શન અને મનુષ્ય દેહ મલે છે ત્યારે એ પ્રૌઢાવસ્થા હોઈ આત્માની ફરજ છે કે તેણે નાદાનીને ત્યાગ કરી સાચે ઉદ્યમ કરે જ જોઈએ.
હવે સાચે રાજપુત્ર છત્રકુંવર રાજસભામાંથી બહાર ગયા પછી બહુ ખેદ કરે છે. પિતાના ભાગ્યને દોષ ગણે છે. કર્મ રાજને કહે છે કે હે કર્મરાય તારી કળા ખરેખર અકળ છે.તારી આગળ કેઈનું ચાલતું નથી. તું રંકને રાજા મહારાજા બનાવી દે છે અને રાયને રંક ભીખારી દાસ બનાવી શકે છે. એમ વિચાર કરી લમણે હાથે દઈ ઉદાસપણે બેઠે છે.
તેવામાં રાજન પિલીશ આવીને કહેવા લાગ્યો કે, અલ્યા ભીખારી રાજસભામાં તે વિન ઊભું કર્યું તેની શિક્ષા તને મળવી જોઈએ. માટે ચાલ રાજા પાસે. મને પકડી લાવવાને હુકમ મળેલ છે. આ સાંભળી શિક્ષાને ડર તે મનમાં આવતા જ નથી. ઉલટુ ફરીવાર રાજસભામાં જવાનું કે મલ્ય એટલું જ નહિ પણ ખાસ રાજાની પાસેજ જવાનું થવાથી મારું ભાગ્ય કંઈક જાગ્યું છે એમ સમજી અત્યંત હર્ષ સાથે સીપાઈની સાથે ચાલ્યો. સીપાઈએ રાજા પાસે ખડે કર્યો.
આ બધું જોઇને સભાજને પણ ચક્તિ થઈ ગયા. આને જ રંગમાં ભંગ કર્યો છે. આવા પાગલ માણસને રાજાએ કેમ લાવ્યો. એમ સર્વ કઈ જોઈ રહ્યા છે. તે વખતે મંત્રી પૂછે છે