________________
૩૮૫
નાંખીને પછી ગમે તેટલે પ્રીત્તાપ યે શું કામ આવે? દેવગતિ દેખીતી રીતે સુંદર છે પણ વિરતિ પણું નહી હોવાથી મોટા ભાગના દેવે પાપના પોટલાં એકઠાં કરે છે. પુણ્ય ખવાઈ જાય છે. અર્થાત પુણ્ય વેચીને પાપ વહેરે છે. એમ કહી શકાય.
દેવે મરીને દે થઈ શક્તા નથી મોટા ભાગે તિયામાં જાય છે. નારકીના જીની તે વાત કરવા જેવી નથી. આમ જીનું ભવ ભ્રમણ કર્મ નિમિતે ચાલુ રહે છે. આત્મા ઉપર કર્મોને બળાત્કાર છે. એમ સમજવાનું નથી.
મોહનીય કર્મના ઉદય કાળે તે કર્મ કષાયનું નિમિત્ત પુરૂ પાડે છે, પણ તેમાં બળાત્કારે કોઈ પણ કષાયમાં જવાની સત્તા નથી ફક્ત બળહિન આત્મા એજ નિમિત્તના ઉદય કાળે વિભાવમાં પરિણમે છે. જેમકે નાટક સીનેમા હટલે મેવા મીઠાઈની દુકાને વગેરે જેમ રસ્તે ચાલ્યા જનારને નાટક સીનેમાં જવાનું મન થાય. ચા કોફી વિગેરે પીવાનું મન થાય. અને સુંદર મેવા મીઠાઈ કુંટ વિગેરે આહાર ગ્રહણ કરવાનું માત્ર નિમિત જ પુરૂ પાડે છે. પરંતુ બળાત્કારથી તે નિમિત્તો તે તે કાર્યો કરવામાં તેમને જતા નથી. તેમ ઉદય આવેલા કર્મો પણ તે પ્રમાણે નિમિત્ત પુરૂ પાડે છે. પણ બળાત્કારે એ કે કાર્ય કે ભાવ વિશેષમાં જતું નથી. જે વિર્યવાન આત્માઓ થાય છે તેઓ નિમિત્તની સત્તાને વશ થતા નથી. અને અલ્પકાળમાં પરમ પુરૂષાર્થની સિદ્ધિ કરી શકે છે.
૨૫