________________
૩૮૨
ક્રિયાઓ કરવાને પ્રસંગ આવે, દાન, શીલ, તપ અને ભાવના પ્રસંગેએ આત્મા દઢતા પૂર્વક કર્મરાજા સામે સામને કરે, નબળાઈ રોદણ દૂર કરે, કૃપણતાને કાઢી, બ્રહ્મચર્યમાં બરાબર સ્થિર રહે, તપ વખતે મનને મજબૂત બનાવે, ભાવની વૃદ્ધિ મેક્ષ માગે છેડે, કષાયો ઉપર ક્ષમા વિગેરે હથીયારોથી ય મેળવે. આ રીતે રાગ-દ્વેષની ગાંઠને ભેદવા અપૂર્વ અધ્યવસાય શુભ બનાવી, અપૂર્વ આત્મશકિત ફેરવી. સંયમની આરાધના માટે જ્ઞાનાવરણીયાદિ કર્મોને હટાવવા માટે સ્વાધ્યાય, સંવરમાં વિશેષ પ્રયત્ન કરે, સુજ્ઞાન દર્શન, ચારિત્રની સહાયથી સાધનથી, તપશ્ચર્યામાં શક્તિ ફોરવી કર્મોને બાળી નાંખવા, જેથી કર્મગાંઠ નાશ પામે અને મુક્તિમાર્ગ ખુલ્લે થાય. - આત્મશક્તિ ફેરવવાના જે જે માર્ગો જ્ઞાનીઓએ દર્શાવ્યા છે, આદર્યા છે, આચર્યા છે, તે મુજબ તેમની આજ્ઞાએ ચાલવું જોઈએ, એટલે કે આત્મશક્તિ અશુભ માર્ગેથી પાછી વાળી શુભ માગે વાળવી એજ કહેવાનો હેતુ છે.
છત્રકુંવરે પડકાર કરવાથી રાજસભા ચમકી ગઈ. આ અવાજ કોણે કર્યો? ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. રંગમાં ભંગ કરી આ અંતરાય કોણે કર્યો? ચારે બાજુ જોતાં એક ખૂણામાં ઉભે રહેલે રડે ભીખારી જોવામાં આવ્યું.
અરે ! આતે પાગલ છે, ધેલ છે, ગાંડે છે, અહીં રાજસભામાં શી રીતે આવે, એને ધક્કા મુકી મારીને કાઢો કાઢો