________________
૩૮૧
વેચાય. એમ સંકલ્પ કરી જોરથી બોલવાઉંભે થઈ જાય છે, પણ વળી જેમ ગ્રંથી પ્રદેશે આવેલ જીવ કર્મ ગ્રંથીને છેદવા અસમર્થ બને અને હિંમત હારી જાય,તેમ છત્રકુંવર હિંમત હારીને બેસી જાય છે, કારણ કે સભામાંથી કાઢી મૂક્વાની બીક મોટી છે, બહાર કાયા પછી રાજ સભામાં જઈ શકાય તેવો કોઈ ઉપાય નથી..
એમ કરતાં કરતાં હવે તો ત્રણ મિનિટ બાકી રહી છે. મને મારે રાજહક, રાજગાદી કેવી રીતે મળે તેના સતત વિચારમને વિચારમાં હવે તો એક જ મિનિટ રાજતિલક કરવાની રહી. છે. એટલે રાજગોર ઉભા થઈ મંત્ર ભણતા ભણતા કંકુ ગંગાજળ એકમેક કરી અક્ષત તૈયાર કરી રાજકુંવરને તિલક કરવા જાય છે, તે જ વખતે છત્રકુંવરે હિંમત કરીને પિતાનો પુરૂષાર્થ ફેરવીને પડકાર કર્યો. સબુર ખબડદાર, ખરે રાજકુંવર હું જ છું. હું જ રાજયહકનો વારસદાર છું, માટે મારી વાત સાંભળે, રાજતિલક મને જ થવું જોઈએ. આવી રીતે અપૂર્વબળ ફેરવીને રાજસભાને સ્તબ્ધ બનાવી દીધી.
મહાનુભા! રાગ-દ્વેષરૂપી કર્મગાંઠ ભેદવાને માટે પણ આવું અપૂર્વકરણ કરાય તેજ સમક્તિ મેળવવાને લાયક બને છે, એટલે કે અનિવૃત્તિ કરવડે સમ્યકત્વ મેળવ્યા વિના રહેતેજ નથી. સમ્યકત્વ પામ્યા પછી મુક્તિના દયેયપૂર્વક સમ્યફકરણ કરી કર્મો ખપાવીને મોક્ષ મેળવાય છે.
જ્યારે જયારે ધાર્મિક કાર્યો કરવાનો પ્રસંગ આવે, ધાર્મિક