________________
૩૭૨
તપ અને ભાવ એ ચારે પ્રકારે ધર્મની આરાધના કરવી.
ભાવ વિનાની ક્રિયાનકામી કહેવાય છે અથવા તે સંસારીક અ૯પ ફળ આપનારી છે. ભાવ ધર્મ તે મેક્ષની રૂચિ પૂર્વકની ક્રિયા કરવી તેને ભાવ ધર્મ સમજે. | આટલું સમજીને યથાશક્તિ વર્તનમાં મૂકશો તે તમારા માટે ઘણું છે. આરીતે પૂ. મુનિરાજનું કહેવું સાંભળીને તે રીતે યથાશક્તિ વર્તનમાં મૂકવાનો નિશ્ચય કર્યો. આવી રીતે સીધી અને સરળ વાત કહેવા છતાં જેના ગળે ન ઉતરે તેને પાગલ કહી શકાય. ઉજાગરા વખતે ભારે કમી આત્મા કશું વિચારી શક્તો નથી પણ ઉલટા જ કંઈ કામના નડિ. હિતકારી નહિ. એવા પાપમય પ્રવૃત્તિ જેવા વિચારમાં ગરકાવ થઈ શુભ ધ્યાનને કરી શકો નથી. અને દીનતા ભરેલી કંગાળ દશા જેવી જીંદગી પુરી કરી અન્ય ગતિમાં ચાલ્યો જાય છે.
જગતના અમૂક પુણ્યશાળી જીવને બાદકરતા ઘણા જીવો એવા પણ હોય છે કે અમુક સમય સુખી જીવનવાળા હોય તે પણ દુઃખી દુઃખી થઈ જાય છે. તેમ કઈ કઈ દુઃખી અવસ્થાવાળા પણ સુખી સુખી થઈ જાય છે. એ બધી પુણ્યપાપની લીલા છે. પુણ્યપાપરૂપ જળની કયારી જીની વહેતી જ રહે છે. પાણીના રેંટની માફક ઘડીઓ ભરાય છે અને ઠલવાય છે.
આપણા ચાલુ ચરિત્રના નાયક છત્રકુંવર પણ સુખ અવસ્થા ભેગવ્યા બાદ હાલ ગરીબાઈ ભોગવી રહ્યો છે. પણ રાજય