________________
૩૭ ધનાઢય હેય અથવા મધ્યમ સ્થિતિવાળો હોય અથવા ગરીબાઈના કારણે હોય તેઓએ પિતાની સ્થિતિ અનુસાર આત્માનું કલ્યાણ કરવાનું ચૂકવું જોઈએ નહિ. મનુષ્ય ભવ ફરી ફરીને મળે મુશ્કેલ છે. આટલું આટલું કહેવા છતાં વિચારવું નહિ વાંચવું નહિ વંચાવવું નહિ. સાંભળવું નહિ. અને એમને એમ સદ્ગતિ મેળવવી છે તે કદી કાળે મળવાની નથી.પ્રભુના નામની જપમાળા નવકાર મંત્રનો જપ કરવાનું સૂઝશે તો પણ અંત ઘડીએ કામ લાગશે. માટે નવકારમંત્રના જાપને સતત અભ્યાસ રાખે જેથી મરણ વખતે સમાધિ રહે અને સદ્દગતિ થાય.
કઈ કઈ આત્માઓ મુનિરાજોને પૂછે પણ છે કે આત્માનુ કલ્યાણ થાય તે રસ્તે બતાવે. ત્યારે આત્માથી મુનિરાજ પણ કહે કે, ભાઈ રાત્રિમાં ઉંધ ન આવે અથવા વહેલા ઉઠી જવાય ત્યારે આત્માને સમજાવ. તું ક્યાંથી આવ્યો ? આવ્યા પછી કેટલે ટાઈમ શુભ પ્રવૃત્તિ કરી અને કેટલે ટાઈમ પાપ પ્રવૃત્તિમાં કાઢ. તેનો વિચાર કર. પુણ્યાનુબંધી પુણ્યના કાર્યોની અનુમોદના કરવી. તીર્થયાત્રાઓનું સ્મરણ અનુમોદન કરવું. વળી અહીંથી બીજે સ્થળે ગમે તે સમયે જવાનું તે નક્કી જ છે. તે કયાં જઈશ ? દુર્ગતિ ગમતી નથી. પણ સુગતિ ગમે છે તે તેના માટે સુંદર કાર્યવાહી કરી છે કે કેમ ? ન કરી હોય તે હવે પણ કરી લેવી. એ નિશ્ચય કર એટલું જ નહિ પણ યથાશક્તિ અમલમાં વર્તનમાં મૂકવું. વ્રત પચ્ચખાણમાં રહેવું જેથી અશુભ કર્મને બંધ પડે નહિ. દાન શિલ