________________
Ge
સમરાદીત્ય ચરિત્ર પૃથ્વીચંદ્ર ગુણસાગર. ભરતેશ્વર બાહુબલી વિગેરેના ચરિત્ર પ્રભાવક ચરિત્ર શ્રીપાળ ચરિત્ર. પુપાવતી ચાને મંગલસિંહને રાસ. કુમારપાળ રાજાના રાસનું રહસ્ય. વિગેરે નાનામોટા ઘણું ચરિત્રે ભાષાંતર થયેલા છે. તેમજ કર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે પણ ગુજરાતી ભાષામાં પુસ્તકો પ્રકરણે છપાયેલા છે એવા એવા ઘણા ગ્રંથે આત્માને લાભ થાય તેવા ચરિત્ર કલાક બે કલાક વાંચવાનું રાખવાથી પણ આત્મા હળુ કમી બને છે. કદાચ મોટાગ્રંથ પુસ્તકે ન ઝાલી શકાય તે સાપડામાં મૂકીને વાચે.વંચાવે.સાંભળે.અને કદાચ તે વાંચનાર સંભળાવનાર ન મળે તે છેવટે જૈનધર્મ પ્રકાશ. આત્માનંદ પ્રકાશ. કલ્યાણ. સુઘોષા મહાવીરશાસન ગુલાબ જૈન પ્રવચન દિવ્યદર્શન સિદ્ધચક્રમાં છપાયેલાલેખેવાળા પુસ્તકે નિતિપ્રકાશન તેમજ નાની મોટી શ્રેણીઓ વાંચીવાંચીને સાર ગ્રહણ કરી આત્માને કષાયથી રાગદ્વેષથી અઢાર પાપ થાનકોથી દૂર કરી શકે તેવા ઉત્તમ લેખે. અનિત્યાદિબાર ભાવના,મૈત્રી આદિ ચાર ભાવના પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ બીજા પણ સ્તવને સઝા વિગેરે પણ વાંચવાથી ગાવાથી આત્મા લાભ મેળવી શકે છે.
કહેવાનો આશય એક જ છે કે છેલ્લી છેલ્લી જીંદગીમાં આત્મા સમાધિમાં રહે. એવા સાધનો છે. સમાધિમાં રખાવનાર સાધનને ઉપયોગ કરો. આવું રહેલું રહેલું પણ ન કરવાનું સુઝે તે પછી આ ભવ અને પરભવ કેવી રીતે સુધરશે ?