________________
૩૮
કાચી ઘડીમાં કેવળજ્ઞાન પામી શકે તેમ જ્ઞાર્ની મહાત્માએ કહે છે. દરેકને સુખ જોઈએ છે. સુખ ધર્મથીજ મળે છે. ધર્મના સાધને પણ છે છતાં તેને કેમ વાપરવા તેને કેવી રીતે ઉપયોગ કરે તે બાબતનું લક્ષ્ય જ નહિ દરકાર નહિ અને પરભવમાં સુખ મળે તેમ ઈચ્છી રહ્યા હોય છે. છતે પૈસે ભૂખ્યા મરે છે. છતી આંખે જોર અંધારા કુવામાં પડે છે. રોગ થયો હોય તે વૈધને કે ડોકટરને બોલાવે છે. અગર તેઓની પાસે જાય છે. શરીર બતાવે છે. કાચમાં જોવરાવે છે. ફટાઓ છાતીના લેવરાવે છે. ઈન્જકશન પણ લીએ છે અને ન ભાવે એવી કડવી તુરી દવા પણ પીવે છે. જે જે પ્રકારના સાધનથી રેગ જાય એ બધુજ કરી છૂટે છે.
રેગની અવધિ પુરી થઈ હોય તે રેગી નિરેગી થાય અને આનંદ માને પણ રોગ મટવાની પરિપકવ સ્થિતિ ન થઈ હોય તે બધું એળે જાય છે. વધારામાં કોઈ ને રોગ પણ પ્રવેશી જાય છે, અને આખરે ન જોઈ શકાય એવી ખરાબ હાલતમાં જંદગી કાઢવી પડે છે. આવા સમયમાં સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ પૂજા, ગુરૂવંદન અને કદાચ ત્રત પચ્ચખાણ ન પણ કરી શકે પણ નવકાર મંત્ર તે જરૂર ગણી શકે. આત્માને કંઈક શાંતિ આપે એવું સુંદર વાંચન વાંચે, અથવા વંચાવે, સાંભળે સારા ધાર્મિક શિક્ષક પંડિત પાસે જીવ વિચારનું સ્વરૂપ સમજે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્જર, બંધ અને