________________
૩૬૭
રીતે કરવુ તેની ગમ પડતી નથી. સમજણ પડતી નથી. સ ંસાર અસાર છે. મરવાનું ચાક્કસ છે. લક્ષ્મી વિગેરે કાંપણ સાથે આવનાર નથી. એ બધુ સમજે છે. જાણે છે. પણ પેાતાનુ કલ્યાણુ કેવી રીતે થાય. તેની યુક્તિ સમજણ મેળવતાજ નથી. કદાચ દેરાસરે જાય. નજીકમાં જ ઉપાશ્રય હાય ! પણ જાય નહિ. વ્યાખ્યાનવાણી સાંભળવા રોકાય નહિ. પૂજ્ય ગુરૂમહારાજની પાસે જાય નહિ. ધરમા જ પડયા રહે. અથવા તો આટલે બેસી છાપામાંથી જગતની પંચાત કર્યાં કરે. પોતાની પંચાત ફરવી સૂઝે નહિ. ગપ્પાસપ્પા કુથલી કરવામાં આનંદ મેળવે. પણ આથી અનર્થ દંડ થાય છે. કર્મ બંધાય છે, તેની ફીકર ચિંતા કરતા જ નથી. અમરપટા લખી લાવ્યા હાય તેમ બેફીકર રીતે જીવન વીતાવે છે. મનને નિર્બળ મુડદાલ બનાવીને રાણા જ રડયા કરે. કે આપણાથી કઈ થાય નહિ. સામાયિકમાં મન ઠેકાણે રહે નહિ.વ્યાખ્યાનમાં શું સાંભળવું હતું.પ્રતિક્રમણ કરતા ચિત્તે ઠેકાણે રહે નહિ વળી તેટલા વખત બેસાય નહિ. પ્રભુની પૂજા ધણા વર્ષો કરી હવે તો થાકયા છીએ. આમ ધાર્મિક કાર્યની વાતમાં અસક્તિ જણાવે. સંસારની વાતમાં સંસારના કાર્યમાં શક્તિ આવી જાય. અશક્તિ જણાય નહિ.
અહેઠે આ આત્મા અનાદિનળથી રખડીરખડીને દુઃખ ભગવી રહ્યો છે. તેનુ કારણ એ જ કે મનને ધાર્મિક કા વખતે જ નબળુ બનાવ્યું હોય છે, સનને સબળ બનાવે તે