________________
કરણના વેગે મનુષ્ય સ્વની પ્રાપ્તિ થઈ હવે તે આગળ મોક્ષની કરણી કરવા માટે ઉદ્યમ કરવો તેજ સુખકારી છે. શાસ્ત્રકાર પણ કાંઈક અધિક ૬ ક્રોડાકોડી સાગરોપમની રિથતિ ક્ષયરવાવાળા પરિણામને યથા પ્રવૃત્તિ કરણ કહે છે.યથા પ્રવૃત્તિકરણની વખતે કેઈપણ જીવને જીવ અછાદિક તનું કે આશ્રવ કે સંવર વિગેરે પદાર્થોનું જ્ઞાન કે ખ્યાલ હોતે જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તિ કરણવાળા રિથતિને ભેગવટે વધારે કરે અને બંધ અ૯પ કરે તેથી જ આગળ વધી શકે છે.
હે સજજનો ! બાળક જેવી અવસ્થા હોય ત્યાં સુધી માતા તેનું દુધ વિગેરેથી પિષણ કરે, પણ ખાતા શીખ્યા પછી ધાવણ મૂકાવી દીએ છે. મેટે થાય છતાં પણ ધાવવાનું ચાલુ રાખે તે તેની માતા મારીને પણ દૂર કરે છે. અને ખોરાક ચાવીચાવીને ખાવાનું જણાવે છે. હવે તે તેને ઉદ્યમ કરવો જ રહ્યો. ગર્ભથી
લઈ દુધ પીવાવાળા બાળકના જેવું યથાપ્રવૃત્તિ કરણ ગણી શકાય. હવે તે તેણે ઉધમ કો જ રહ્યો. હવે ધીરે ધીરે સમજદાર થતે થતો બહાદુરીને ધરાવનારે થયો. એટલે હવે ધર્મમાં વધતાં વધતાં રાગદ્વેષની ગાંડને તોડવાને ઉધમ ક જોઈએ. ક્રોધાદિક ચાર લુંટારાને પરાસ્ત કરીને અર્થાત્ કાયરતા છેડીને દૂર કરવા એવું અપૂર્વ ખેલ મેળવવું જ રહ્યું. રાગદ્વેષની ગૂંથીને તેડવા અપૂર્વ કરણની જરૂર છે. અપૂર્વ કરણ કરતા રાગદ્વેષની. ગાંઠને ભેરવી પડે છે, ત્યારબાદ અનિવૃત્તિ કરણ વડે સમક્તિને