________________
૩૨
( પંદરમી ઢાળનું વિવેચન
મહાનુભાવે! પુણ્ય અને પાપ, એ બંને બંધને છે છતાં પુણ્યથી જીવને સુખ મળે છે, અને પાપથી દુઃખ મળે છે. એટલા માટે પુણ્ય એ સદા સુખકારી છે. જગતમાં પણ જોઈએ છીએ કે પુણ્ય વિના જે દુઃખભર એવા આ જગતમાં ભટક્યા જ કરે છે. તેમ ઉપગારી એવા જ્ઞાની મહાત્મા પણ કહે છે. સુજ્ઞો સાધારણ રીતે પુણ્ય એ સુખ આપનાર છે. પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય તેને સુખ સામગ્રી ધર્મ સામગ્રીના સાધને વિગેરે સારા મળે છે. વળી તેઓમાં સદબુદ્ધિ આવે છે. અને ધર્મ કરતા કરતા મેક્ષ પામે છે. અને પાપાનુબંધી પુણ્યથી પણ સુખ તે મળે છે મળી શકે છે પણ સદબુદ્ધિના અભાવે એ પુણ્ય ભેગવતા બીજા પાપ બાંધે છે. જેથી દુઃખના દરિયામાં ડુબે છે. દુર્ગતિને પામે છે.
બુદ્ધિશાળી સમજી શકે છેકે પુણ્ય અને પાપ બંને ભેગાવાના હોય છે. પુણ્યથી પાપ ઠેલાય એ માન્યતા જૈનેતરની છે. બને ભોગવવાં પડે છે. પુણ્યથી લાખોપતિ કે ક્રોડાધિપતીના ઘરે જન્મ ખરે પણ સાથે સાથે પાપના કારણે આંધળે થાય, લંગડે થાય,અપંગ થાય, લકવો થાય. માટે એવું પુણ્ય પણ દુઃખરૂપ થાય છે. એટલા જ માટે પુણ્યાનુબંધી પુણ્યવિનાનું બધુ સૂન્ય સમજવું એ વાત સ્વીકારવી જ પડે છે.
હે ભવ્યાત્માઓ! મનુષ્ય ભવ મળે મહા દુર્લભ જ્ઞાની એએ કહ્યો છે. આ સંસારમાં રખડતા ભટક્તા:કૂટાતા છુંદાતા પછડાતા અનેક પ્રકારના દુઃખો સહન કરતાં કરતાં યથાપ્રવૃત્તિ