________________
હતું, છતાં પણ પ્રયત્ન તે ચાલુ જ છે. ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે, તે કહેવત મુજબ હિંમત નહી હારતા કેવી રીતે રાજસભામાં જાય છે. તે જોઈએ.
રાજાએ આખુ શહેર શણગાર્યું છે. રાજસભા પણ જાણે દેવસભા હેય ને શું ? એવી જ શણગારી છે. જાત જાતના વાંછો વાગી રહ્યાં છે. રંક ભાણે તે છત્રકુંવરના નામથી જાહેર થયેલ છે. ભણીગણીને બહુ હુશીયાર બનેલ છે. રાજા પણ આજે રાજ મુદ્રા પહેરાવશે. આજને પ્રસંગ ખરેખર આનંદ ઉપજાવે તે છે.
રાજસભામાં જવા માટે સહુ કોઈ પોતપોતાના મોભા પ્રમાણે એભા પ્રમાણે રાજસભાને શોભતે પિશાક પહેરી શક્તિ પ્રમાણે ભક્તિ તે મુજબ ભેટણ લઈ રાજસભામાં જાય છે. સાચે રાજકુંવર ભીખારી વેશમાં છે. તે પણ રાજસભામાં જવા માટેના વિચારમાં ઉભે છે. મોટા મોટા અમલદારે અધિકારીઓ રાજસભામાં જાય છે. તેઓની સાથે રાજસભામાં જવાનો વિચાર તે કરે છે. પણ હીંમત ચાલતી નથી. કારણ કે અમલદારે મગજનાં કડક હોય છે.એટલે પાસે પણ આવવાદીએ નહીં. ત્યારબાદ શેઠીચાઓ પણ રાજસભામાં જાય છે. તેમની સાથે વચમાં વચમાં જ્ય છે, પહેલે દરવાજો બીજો દરવાજો પસાર કર્યો. ત્રીજા દરવાજામાં સિતા એક જણે તેને જોઈ લીધું. એટલે બોલી ઉઠયો કે અરે આ તે ભીખારે. એનું અહીં શું કામ છે, કાઢે, કાઢે. ખરે.