________________
૩૫૩
જિનાલયમાં શ્રી કુંથુનાથ પ્રભુજીને તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને નમન કરી ભેંયરામાં શ્રી શાંતિનાથ પ્રભુજીને તથા શ્રી ગૌતમ ગણધરને વંદન કર્યું. આવા અનેક જૈન મંદિરે હોવાના કારણે જૈનપુરી કહેવાય છે. લલિતમુનિ કહે છે કે, પ્રભુજીના દર્શન કરતાં દિલડું અતિ હરખાય છે.
હે શેઠીયા શ્રોતાજને! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ખરે. રાજકુંવર તે હાલ રંક બની બેઠે છે. છતાં પણ પિતાનો રાજય હક મેળવવો તેજ ધ્યેય હમેશા ચાલુ છે. આ બાજુ રંક પુત્ર ભાણુઓ તે હાલ રાજપુત્ર થયેલ છે. રાજ્યનિતી કળાએ વિગેરે મેળવેલ છે. સુરકારી શ્રદ્ધાવાન શિક્ષક મળવાથી સારા ઉત્તમ સુસંરકાર તેનામાં પડેલા છે. ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા અજોડ થઈ છે. બુદ્ધિમાન થવાથી રાજાએ પોતાની હયાતિમાં જ કુંવરને રાજગાદી આપવાનો નિશ્ચય કર્યો છે. પ્રધાનને વાત કરી. જોશીએ માગસર સુદિ ૫ ને રવિવારના ૧૧ વાગતાનું આપેલ શુભ મુહૂર્ત રાજતીલક થશે. તે મુજબ શહેરમાં જાહેરાત પણ કરી દીધી છે. મોટે મંડપ શણગારી રાજસભા જેવા જેવી બનાવેલ છે. રાજકુંવરને રાજતીલક થવાના સમાચાર વાયુ વેગે શહેરમાં પહોંચી ગયા. ત્યારે ભીખારી ટેળુ બહુ રાજી રાજી થયેલ છે. પણ ખરા રાજકુંવરના હૃદયમાં જબરે આઘાત થયે. પિતાનું રાજ્ય હક્ક મેળવવા તેણે પિતાના પિતાને મળવા માટે ઉદ્યમ તો કર્યો પણ તેમાં સળફતા નહી થવાથી ઉદાસ થયે
૨૩